Thu,18 April 2024,10:50 pm
Print
header

GCS હોસ્પિટલ તંત્ર સામે સ્ટાફના દેખાવો, સ્ટાફમાં મહિલાનું મોત થતા રોષ વ્યાપી ગયો

અમદાવાદઃ કોરોનાની સ્થિતીમાં રાજ્યમાં કોઇને કોઇ મુદ્દે એક પછી એક હોસ્પિટલોમાં વિવાદ વધી રહ્યો છે, જેમાં મેડિકલ ક્ષેત્રમાં કામ કરી રહેલા અનેક ડોક્ટર, નર્સ સહિતનો મેડિકલ સ્ટાફ કોરોના પોઝિટિવ બન્યો છે, હવે શહેરમાં ચામુંડા બ્રિજ પાસે આવેલી GCS હોસ્પિટલ વિવાદમાં આવી છે, અહીંયા હોસ્પિટલના સ્ટાફમાં કામ કરનારા એક મહિલાનું મોત થઇ જતા અન્ય કર્મચારીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. સફાઇકર્મીઓ અને હેલ્ફર સ્ટાફે હોસ્પિટલ કેમ્પસમાં ધરણા કર્યા છે અને મહિલાનાં મોત માટે હોસ્પિટલની બેદરકારી હોવાના આરોપ લગાવ્યાં છે. આરોપ છે કે હોસ્પિટલ તંત્રએ મૃતક મહિલાનો ઇલાજ બરાબર રીતે કર્યો નથી.

નોંધનિય છે કે કોરોનાની સ્થિતીમાં સિવિલ હોસ્પિટલ અને એસવીપી સહિતની હોસ્પિટલો પર બેદરકારીના અનેક આરોપ લાગ્યા છે, આ હોસ્પિટલો પોતાના સ્ટાફના કોરોના ટેસ્ટ નથી કરાવતી તેવા પણ અનેક આરોપ છે, હવે GCS હોસ્પિટલમાં વધુ વિવાદ સામે આવ્યો છે. જેને લઇને હવે ગુજરાતના આરોગ્ય મંત્રાલય સામે જ સવાલો ઉભા થઇ રહ્યાં છે.  

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch