Wed,24 April 2024,10:58 pm
Print
header

બાપ્પાની વિદાય, દેશભરમાં ધામધૂમથી ગણેશ વિસર્જન.. અમદાવાદમાં પણ બાપ્પાની વિદાય

વંદેમાતરમ ક્રોસવિન્ડ સોસાયટીમાં ઉત્સાહ સાથે ભક્તોએ બાપ્પાને વિદાય આપી 

અમદાવાદઃ દેશભરમાં આજે બાપ્પાએ વિદાય લીધી છે, 10 દિવસની સ્થાપના બાદ લાખો ભક્તોએ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કર્યું છે. કોરોનાને કારણે આ વર્ષે મર્યાદિત સંખ્યામાં ભગવાનનું સ્થાપન અને વિસર્જન કરવા સરકારી આદેશ હતા, જેને લઇને ઓછી સંખ્યામાં શક્ય હોય તો ઘરમાં કે સોસાયટીમાં ભક્તોએ બાપ્પાને વિદાય આપી છે. અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર અને વડોદરા સહિતના શહેરોમાં બાપ્પાની ધામધૂમથી વિદાય અપાઇ છે.

અમદાવાદમાં પણ ધામધૂમથી બાપ્પાનું વિસર્જન કરાયું છે ગોતામાં આવેલી વંદેમાતરમ ક્રોસવિન્ડ સોસાયટીમાં ભક્તોએ બાપાને વિદાય આપી છે મોટી સંખ્યામાં ભાઇઓ, બહેનો અને બાળકોએ ગણપતિ વિસર્જન કર્યું છે. 56 ભોગ ધરાવીને ગણપતિજીની પૂજા અર્ચના કરાઇ હતી બાદમાં તેમની વિદાય આપવામાં આવી હતી, ભક્તોએ આ કાર્યક્રમમાં ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar