Fri,26 April 2024,5:05 am
Print
header

ગુજરાતમાં 20 નવા કોરોનાના કેસ, સૌથી વધુ અમદાવાદમાં 53-રાજ્યમાં 128 કેસ

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાનો ખતરો આગળ વધી રહ્યો છે, માત્ર એક જ દિવસમા કોરોનાના 20 કેસ નોંધાયા છે, સૌથી વધુ કેસ અમદાવાદમાં 53 થઇ ગયા છે, ગુજરાતમાં કોરોનાનો આંકડો 128 પર પહોંચી ગયો છે. જેમાં 72 કેસ લોકલ ટ્રાન્સમિશનના છે, અને 5 કેસ તબ્લિગી જમાતના મરકજના છે, આરોગ્યના અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે કે તબ્લિગી જમાતના લોકોના કારણે કોરોનાના કેસમાં વધારો થયો છે, છોટા ઉદેપુરના પાવીજેતપુર અને બોડેલી ગામના 2 શખ્સો દિલ્હીના જમાતના કાર્યક્રમમાંથી પરત આવ્યાં હતા.
 
આજે અમદાવાદમાં નવા 8 કેસ ઉમેરાયા છે, ભાવનગરમાં 2, વડોદરામાં 1, છોટાઉદેપુર 1 અને સુરતમાં 3 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, સુરતમાં એક વ્યક્તિનું આજે  મોત થઇ જતા મોતનો આંકડો કુલ 11 થયો છે. જ્યારે 17 લોકો રિકવર થયા છે.
 
રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસ 
 
અમદાવાદ 53
સુરત 16
ગાંધીનગર 13
ભાવનગર 11
રાજકોટ 10
વડોદરા 10
પોરબંદર 03
ગીર-સોમનાથ 02
છોટાઉદેપુર 01
મહેસાણા 01
પંચમહાલ 01
પાટણ 01
કચ્છ 01
જામનગર 01
https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch