Fri,26 April 2024,1:35 am
Print
header

દારૂ બાદ રાજ્યમાં ગાંજાનું દૂષણ પણ વધી રહ્યું છે, અમદાવાદમાંથી 18 કિલો ગાંજા સાથે પિતા-પુત્ર પકડાયા

અમદાવાદ: રાજ્યમાં દારૂ અને ડ્રગ્સ મેળવવું હવે સામાન્ય બની રહ્યું છે, અન્ય રાજ્યોમાંથી દારૂનો જથ્થો ગુજરાતમાં ઠલવાઇ રહ્યો છે, દારૂ પછી નશીલા પદાર્થ ગાંજાનો પણ વેપાર થઇ રહ્યો છે, SOG ક્રાઇમ બ્રાન્ચે શહેરના ખોખરા અનુપમ સિનેમા  પાસેથી 18 કિલો ગાંજા સાથે પિતા-પુત્રની ધરપકડ કરી છે, રીક્ષા ડ્રાઇવિંગની આડમાં બંને આરોપી ગાંજાનો ધંધો કરતા હતા. ખોખરાના સલાટવાડમાં રહેતી એક મહિલા પાસેથી તેઓ ગાંજો ખરીદીને માર્કેટમાં વેચતા હતા અને આજે તેઓ ઝડપાઇ ગયા છે.

પોલીસને બાતમી મળી હતી કે હરીશ કોષ્ટિ અને તેનો પુત્ર સુનિલ કોષ્ટિ છેલ્લા કેટલાક સમયથી ગાંજાનો ધંધો કરી રહ્યાં છે, જેથી તેમની પર પોલીસની નજર હતી, આજે તેઓ ગાંજો લઇને રિક્ષામાં જઇ રહ્યાં છે, તેની ખબર પડતા જ તેમને ઝડપી લેવામાં આવ્યાં છે. આ બંને પિતા-પુત્રની પૂછપરછમાં ગાંજાના મોટો નેટવર્કનો પર્દાફાશ થાય તેમ છે, નોંધનિય છે કે થોડા દિવસ પહેલા જ અમદાવાદમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો હતો, અનેક જગ્યાએ દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે અને હવે ગાંજો પકડાયો છે, ત્યારે સરકાર આ ગોળખધંધા રોકવા કોઇ સઘન પ્રયાસ નહીં કરે તો રાજ્યનું યુવાધન બરબાદ થઇ જશે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch