Wed,24 April 2024,11:12 pm
Print
header

ઇંગ્લેન્ડ સામેની મેચમાં ભારતનો 10 વિકેટે વિજય, અક્ષર પટેલ મેન ઓફ ધ મેચ

અમદાવાદઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ડે-નાઇટ ટેસ્ટ મેચ બે જ દિવસમાં પુરી થઇ છે ઇંગ્લેન્ડ સામે ભારતનો 10 વિકેટે વિજય થયો છે.અક્ષર પટેલની 5 વિકેટ અને રવિચંદ્રન અશ્વિનની 4 વિકેટની મદદથી ભારતે જીત મેળવી છે. ભારતે 7.4 ઓવરમાં જીતવા માટે 49 રન બનાવી લીધા હતા. રોહિત શર્માએ 25 અને શુભમન ગિલે 15 રન બનાવ્યાં હતા. ભારતે ચાર ટેસ્ટની શ્રેણીમાં 2-1 થી લીડ મેળવી લીધી છે. મેચમાં 11 વિકેટ ઝડપનાર અક્ષર પટેલને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો છે. શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટ 4 માર્ચથી રમાશે. 

પ્રથમ દાવમાં ભારત 145 રનમાં ઓલઆઉટ થયું હતું ભારતને પ્રથમ દાવમાં 33 રનની લીડ મળી હતી. ભારત તરફથી રોહિત શર્માએ સૌથી વધારે 66 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 27, આર અશ્વિને 17, શુભમન ગિલે 11, ઇશાંતે 10 રન બનાવ્યાં હતા, ઇંગ્લેન્ડ તરફથી જો રુટે 5 વિકેટ, જેક લિચે 4 વિકેટ ઝડપી હતી.

ઇંગ્લેન્ડ બીજા દાવમાં 81 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારતને જીતવા માટે 49 રનનો સામનો કરવાનો હતો, જેમાં ભારતે પ્રથમ દાવમાં 33 રનની લીડ મેળવી હતી. ઇંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે સૌથી વધુ 25 રન બનાવ્યાં હતા. નોંધનિય છે કે અશ્વિન ટેસ્ટ મેચમાં 400 વિકેટ લેનાર દુનિયાનો 16મો અને ભારતનો ચોથો બોલર બન્યો છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch