Fri,03 February 2023,4:52 pm
Print
header

અમદાવાદમાં એમડી ડ્રગ્સ ઝડપાયું, આ સુંદર યુવતીની પોલીસે કરી ધરપકડ- Gujarat Post News

એક યુવતી સહિત 4 આરોપીઓની ધરપકડ 

રેહનુમા ઉર્ફે સિઝાખાન મુંબઇથી આવીને અહીં વેંચતી હતી ડ્રગ્સ

અમદાવાદઃ શહેરમાં ફરી એક વખત પોલીસે MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ખાનપુરમાં એસઓજીની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું છે. જેમાં એક મુંબઇની યુવતીને પણ ઝડપી લેવામાં આવી છે, પોલીસે કુલ 4 આરોપીઓને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યાં છે. 

ફાઇવ સ્ટાર હોટલોમાં થતી હતી મીટિંગો 

કોલેજના વિદ્યાર્થીઓ અને યુથને કરાતા હતા ટાર્ગેટ

પોલીસે યુવતીની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે તે પહેલા પણ આવી રીતે ડ્રગ્સ વેચવા અમદાવાદ આવી હતી. આ વખતે પોલીસે સાથીદારો સાથે તેને પણ ઝડપી પાડી છે, સામે આવ્યું છે કે તેને અમદાવાદમાં અનેક લોકોની મારફતે ડ્રગ્સનું આ નેટવર્ક ઉભું કર્યું છે, અહીંના અનેક સ્થાનિક શખ્સો ડ્રગ્સના ધંધામાં તેનો સાથ આપી રહ્યાં છે. તેમની પાસે 100 કરતા વધુ ગ્રાહકો હોવાનું કબૂલ્યું છે.

અંદાજે 3 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સના જથ્થા સાથે પોલીસે રેહનુમા ઉર્ફે સિઝાખાન, શાહબાજ ખાન પઠાણ, જૈનિષ દેસાઈ અને અંકિત શ્રીમાળીને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યાં છે. તેમની તપાસમાં હજુ અનેક લોકોના નામો સામે આવી શકે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch