Thu,25 April 2024,1:59 am
Print
header

નશાના સોદાગર... ATSએ રૂપિયા 5 કરોડના ડ્રગ્સ સાથે આરોપીને ઝડપી લીધો

અમદાવાદઃ શહેરમાથી માદક પદાર્થના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરાઇ છે. આ આરોપી 1 કિલો એમડી ડ્રગ્સ લઈને અમદાવાદ આવી રહ્યો હતો. ડ્રગ્સ સપ્લાયર સુધી પહોંચે તેના પહેલા જ પેડલરની ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ ધરપકડ કરી લીધી છે. આ આરોપી પાસેથી 5 કરોડનું ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યુ છે. આ આરોપીનું નામ મોહમ્મદ સુલતાન શેખ છે જે મૂળ મુંબઈના જોગેશ્વરી વિસ્તારનો રહેવાસી છે.

આરોપી મુંબઈથી 1 કિલો ડ્રગ્સ સાથે ખાનગી ટ્રાવેલ્સની બસમાં અમદાવાદ આવી રહ્યો હતો. બાતમી હેઠળ ગુજરાત એટીએસે શાહીબાગ વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરી છે. ડ્રગ્સ પેડલર શાહીબાગ પાસે લાલ ટીશર્ટ પહેરેલા સપ્લાયરને ડ્રગ્સ સોંપવાનું હતુ. ડ્રગ્સ સોંપાય તેના પહેલા પેડલરને ઝડપી પાડ્યો છે.ડ્રગ્સ પેડલરની પૂછપરછમાં સામે આવ્યુ છે કે અજમેર શરીફ દરગાહના ખાદિમ વસીમના કહેવા પ્રમાણે તે ડ્રગ્સ લઈને અમદાવાદ આવતો હતો મૂળા સુહાગ કબ્રસ્તાન પાસે ડિલિવરી કરવાની હતી, 5 કરોડની કિંમતનું  મેથામ્ફેટામાઈન કબ્જે કરી એટીએસે વધુ તપાસ શરૂ કરી છે અગાઉ પણ અમદાવાદ જેવા મેટ્રો શહેરોમાંથી કરોડોની કિંમતનું ડ્રગ્સ કબ્જે કરાયું છે, આ મામલે ગુજરાત ATS તપાસ કરશે કે મુખ્ય આરોપી કોણ છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar