Thu,25 April 2024,1:08 pm
Print
header

DRDO ધન્વંતરી હોસ્પિટલ ફરી શરૂ કરવાની તૈયારીઓ, કોરોનાના વધતા કેસો સાથે આરોગ્ય તંત્રની ચિંતા વધી- Gujarat Post

અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસોનો આંકડો વધતા સરકારની ચિંતા વધી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20 હજારથી વધુ કેસ આવતા DRDO દ્વારા તૈયાર કરાયેલી ધન્વંતરી હોસ્પિટલ ફરી શરૂ કરવાની કામગીરી હાથ ધરાઇ છે, બીજી લહેર સમયે ગુજરાત યુનિવર્સિટીના  કન્વેનશન હોલમાં DRDOના સહયોગથી બનાવાયેલી ધન્વંતરી હોસ્પિટલને ફરી શરૂ કરવામાં આવી રહી છે. હોસ્પિટલમાં સાફ સફાઈ કરીને 1 હજારથી વધુ બેડ તૈયાર કરવામાં આવશે.રાજ્ય સરકારના આદેશ અનુસાર હોસ્પિટલ શરૂ કરવામાં આવશે.

અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યભરમાં કોરોનાના વધતા કેસોને લઈ આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકારમાં સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. હાલ જે કેસ સામે આવ્યા છે તેમાંથી મોટા ભાગના લોકો હોમ આઇસોલેટ થઈ સારવાર લઈ રહ્યાં છે. સરકાર આગામી દિવસોની તૈયારીમાં જોતરાઇ ગઇ છે. કોરોના કેસની સંખ્યા વધે અને દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેની તૈયારી શરૂ કરવામાં આવી રહી છે.

હાલ ધન્વંતરી હોસ્પિટલમાં 1005 બેડની વ્યવસ્થા અને 151 ICU બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. નોંધનિય છે કે કોરોનાની બીજી લહેરમાં 45 હજાર લીટર ઓક્સિજન ટેન્કનો પ્લાન્ટ પણ હોસ્પિટલ કેમ્પસમાં નાખવામાં આવ્યો છે. આ હોસ્પિટલમાં 3600 થી વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch