Fri,19 April 2024,3:58 am
Print
header

નિવૃત આસિસ્ટન્ટ સીટી એન્જિનિયર છેતરાયા, શેરબજારમાં ટ્રેડિંગના નામે રૂ.18 લાખની છેતરપિંડી

અમદાવાદઃ શહેરમાં છેતરપિંડીના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જોધપુરના સ્ટાર બઝાર નજીકમાં પાયલ પાર્ક સોસાયટીમાં રહેતા અમિત ઓઝા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નિવૃત આસિસ્ટન્ટ સીટી એન્જીનિયર સાથે 18 લાખ રૂપિયાની છેતરપિંડી થઇ છે. એક વર્ષ પહેલા અજાણ્યા મોબાઇલ નંબર પરથી નિશા નામની યુવતીનો કોલ આવ્યો હતો યુવતીએ પોતાની ઓળખ મહેતા ઇ્કવીટી મુંબઇના કર્મચારીની આપી હતી.

આ યુવતીએ શેરબજારમાં રોકાણ કરવા પર ઉંચા રિટર્નની ખાતરી આપી હતી અમિત ઓઝાને વિશ્વાસમાં લઇ લીધા હતા ઇ-મેઇલ દ્વારા તેમની વચ્ચે ડોક્યુમેન્ટની કાર્યવાહી પુરી થઇ હતી જેમાં 21000 રૂપિયા ડિપોઝિટ પેટે આપ્યાં હતા, પછીથી 50 હજાર રૂપિયાનું નુકસાન થયાનું કહેવામાં આવ્યું હતુ બાદમાં 5.96 લાખ રૂપિયાનું બીજું રોકાણ કરાવ્યું હતુ. જેમાં પણ નુકસાનની વાત કરીને કંપનીના કર્મચારી સિધ્ધાર્થ રોય અને સીઇઓની ઓળખાણ આપનાર શરદ ચંદ્રએ રીફંડ આપવાની બાંહેધરી આપી હતી, ફરીથી નવા ટ્રેડીંગ પેકેજમાં નફાની ખાતરી આપીને રૂપિયા 11 લાખ ભરવા કહ્યું હતુ.

અમિત ઓઝાના કુલ 18 લાખ રૂપિયા આ લોકોએ પડાવી લીધા હતા. જેમાં પાછો ફોન કરીને કહેવામાં આવ્યું કે તમારી પાસે 1 કરોડ રૂપિયાની મૂડી અને 27 લાખ રૂપિયા નફો છે જે માટે અમારે જીએસટીના 18 લાખ રૂપિયા ભરવા પડશે,અમિત ઓઝાને શંકા જતા તેમને મુંબઇની મહેતા ઇક્વિટીમાં તપાસ કરી તો ખબર પડી કે તેઓ જેમની સાથે ફોન પર વાત કરે છે તે લોકો આ ઓફિસમાં નોકરી જ નથી કરતા, જેથી તેમને છેતરપિંડીનો અંદાજ આવતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. જેને આધારે સાઇબર ક્રાઇમે તપાસ શરૂ કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch