અમદાવાદઃ ખાડિયામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કરતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભાજપના કાર્યકરની હત્યાના ગુનામાં જેલની સજા કાપી રહેલો કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર પેરોલ પર બહાર આવ્યાં બાદ જાહેરમાં દારૂ પીને અને ફટાકડા ફોડીને આતંક મચાવી રહ્યો હતો. ખાડિયા પોલીસ જ્યારે તેની ધરપકડ કરવા ગઈ ત્યારે પોલીસ સ્ટેશનની બહાર જ તેણે પોલીસકર્મીને બેફામ ગાળો ભાંડી હતી અને વર્ષ 2022 માં તેને પકડનાર હેડ કોન્સ્ટેબલને જાહેરમાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ખાડિયા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ધર્મેશ ભરવાડને બાતમી મળી હતી કે, 2022ના મર્ડર કેસનો સજા કાપતો ગુનેગાર મોન્ટુ ઉર્ફે મોન્ટુ નામદાર પેરોલ ફર્લોની રજા પર જેલમાંથી બહાર આવ્યો છે. તે હજીરાની પોળ ખાતે નશાની હાલતમાં ધમાલ મચાવી રહ્યો છે અને પોતાના હત્યા કેસના મુખ્ય સાક્ષીને કેસ પાછો ખેંચવા માટે ધાક-ધમકી આપી રહ્યો છે. બાતમીને આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડી જઈને મોન્ટુને કોર્ડન કરીને ઝડપી લીધો હતો.
પોલીસ સ્ટેશન લાવ્યાંં બાદ આરોપી મોન્ટુ નામદાર અતિશય દારૂ પીધેલી હાલતમાં હોવાથી પ્રોટોકોલ મુજબ તેની મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાની તૈયારી ચાલી રહી હતી. તેને જેવો સરકારી ગાડીમાં બેસાડવામાં આવ્યો, ત્યારે જ તેનો પુત્ર પ્રિન્સ ગાંધી અને દાણીલીમડાના નવાબ બિલ્ડર્સના નવાબખાનનો પુત્ર નાદિરખાન ઉર્ફે બાબાખાન પઠાણ તેને ત્યાં મળવા માટે આવી પહોંચ્યાં હતા. પુત્ર અને સાથીદારને જોતાં જ મોન્ટુ ઉશ્કેરાઈ ગયો હતો અને ફરજ પરના પોલીસકર્મીઓ સામે બેફામ ગાળો ભંડવાનું શરૂ કરી દીધું હતું.
ગાડીમાં બેઠા-બેઠા જ મોન્ટુ નામદારે હેડ કોન્સ્ટેબલ ધર્મેશ ભરવાડને આંગળી ચીંધીને જાહેરમાં ધમકી આપી હતી કે, વર્ષ 2022માં મેં જ્યારે મર્ડર કર્યું હતું ત્યારે તું જ મને પકડીને જેલમાં લાવ્યો હતો. યાદ રાખજે, હવે હું તને જીવતો છોડીશ નહીં અને જાનથી મારી નાખીશ. આ દરમિયાન તેનો પુત્ર પ્રિન્સ અને બાબાખાન પઠાણ પણ પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરીને પોલીસ પર દબાણ લાવવાનો પ્રયાસ કરવા લાગ્યાં હતા.
પોલીસ કર્મચારી અને કુખ્યાત મોન્ટુ વચ્ચે થયેલી આ ઉગ્ર બોલાચાલી અને ધમકીનો લાઈવ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ગંભીર ઘટનાને પગલે ખાડિયા પોલીસે તાત્કાલિક અસરથી મોન્ટુ નામદાર, પ્રિન્સ નામદાર (પુત્ર) તથા નાદિરખાન ઉર્ફે બાબાખાન પઠાણ વિરૂદ્ધ સરકારી કર્મચારી પર હુમલો કરવા, ફરજમાં રુકાવટ લાવવા અને જાહેરમાં જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરનારા બે ઝડપાયા | 2026-07-14 18:41:23
પૂર્વ અંડર સેક્રેટરી RVS મણિનો દાવો, ભારત પ્રવાસે આવતી વખતે પાકિસ્તાની ક્રિકેટરો અને ડેલિગેશન લાવતા હતા ડ્રગ્સનો જથ્થો | 2026-07-14 18:21:29
સુરતમાં દુષ્કર્મ પીડિતાનો કેસ લડતા વકીલે જ સગીરા પર દુષ્કર્મ આચર્યુ, વીડિયો ઉતારીને બ્લેકમેઈલ પણ કરી | 2026-07-14 18:05:18
Breaking News: ગુજરાત ATS નું મોટું ઓપરેશન, સિદ્ધપુરમાંથી 5 સંદિગ્ધ આતંકીઓની ધરપકડ, જૈશ-એ-મોહમ્મદ સાથેના સંબંધોની તપાસ શરૂ | 2026-07-14 12:07:21
ઈરાનનો હોર્મુઝમાં બે ટેન્કરો પર મિસાઈલ હુમલો, 1 ભારતીયનું મોત, અન્ય 8 ઘાયલ | 2026-07-14 09:13:04
વિજ્ઞાન જાથાના વિવાદથી કંટાળીને અંબાલાલ પટેલે કહ્યું હવે હવામાનની આગાહી નહીં કરું, બીજા દિવસે નિર્ણય બદલી નાખ્યો | 2026-07-13 16:54:43
Fact Check: શું ગુજરાતમાં મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના નામની કોઈ સ્કીમ છે ? જાણો સરકારનો જવાબ | 2026-07-13 16:49:15
ફરી યુદ્ધ ભડક્યું: ઈરાનના બંદર અબ્બાસ અને કેશમ પર અમેરિકાના હુમલા, એક જ દિવસમાં બીજી વખત એટેક | 2026-07-13 17:04:50
ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાધો, જાણો- કોણ હતા આ યુવક-યુવતી ? | 2026-07-13 09:22:30
દુબઈથી ચાલતું રૂ. 250 કરોડનું સાયબર છેતરપિંડીનું રેકેટ ઝડપાયું, MBA ના વિદ્યાર્થી સહિત 19 આરોપીઓની ધરપકડ | 2026-07-12 09:35:04
SGST ની પાન- મસાલા, બીડી, સિગારેટ, સોપારી, તમાકુના વેપારીઓ સામે કાર્યવાહી, રૂ. 6.54 કરોડની કરચોરીનો પર્દાફાશ | 2026-07-11 08:55:41
સેક્સપાવર વધારવાની દવા ખરીદ્યા પછી શરૂ થતો હતો બ્લેકમેઈલનો ખેલ, યુવતી સહિત 7 આરોપીઓની ધરપકડ | 2026-07-10 17:25:44