Wed,16 September 2026,2:16 pm
Print
header

અમદાવાદમાં વિદ્યાર્થિનીનો ન્યૂડ વીડિયો બનાવી બ્લેકમેલિંગ, બોયફ્રેન્ડે કાતરથી પગ પર નામ લખાવડાવ્યું

  • Published By
  • 2026-08-17 17:17:38
  • /
  • ID-પાસવર્ડ મેળવી ન્યૂડ વીડિયો ઉતાર્યો

અમદાવાદઃ ઘુમા વિસ્તારમાં રહેતી અને ફોરેન્સિક સાયન્સનો અભ્યાસ કરતી 19 વર્ષીય વિદ્યાર્થિનીને તેના બોયફ્રેન્ડ પર આંધળો વિશ્વાસ મૂકવો ભારે પડ્યો છે. સેટેલાઇટ વિસ્તારમાં રહેતા બોયફ્રેન્ડ કર્તવ્ય મણિયારે વિશ્વાસઘાત કરીને યુવતીનો ન્યૂડ વીડિયો બનાવી, બ્લેકમેલિંગ અને શારીરિક-માનસિક ત્રાસ ગુજાર્યો હતો, અંતે મામલો બોપલ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.

આરોપી કર્તવ્ય મણિયારે પોતાનું ઇન્સ્ટાગ્રામ બરાબર ચાલતું ન હોવાનું બહાનું બનાવી યુવતી પાસેથી તેના એકાઉન્ટના ID-પાસવર્ડ મેળવ્યા હતા.ત્યાર બાદ ભરોસાનો ગેરલાભ ઉઠાવી વીડિયો કોલ મારફતે યુવતીને કપડાં ઉતારવા મજબૂર કરીને તેનો ન્યૂડ વીડિયો રેકોર્ડ કરી લીધો હતો.

આરોપીએ વિકૃતિની તમામ સીમાઓ વટાવી યુવતીને પોતાના જ પગ પર કાતર વડે કર્તવ્યના નામનો પ્રથમ અક્ષર કોતરવા મજબૂર કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. વીડિયો વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ દર મહિને રૂ. 10,000 ની માંગણી કરી હતી અને જણાવ્યું હતું કે અન્ય છોકરીઓ સાથે ડેટિંગ કરવા માટે તેને આ રૂપિયા જોઈએ છે. ગભરાયેલી યુવતીએ અગાઉ રૂ. 4000 ટ્રાન્સફર પણ કર્યા હતા. આરોપીએ યુવતીના ચહેરાને બ્લર કરી તેના જ એકાઉન્ટ પરથી બીભત્સ લખાણ સાથે તસવીરો અને સ્ટોરી પોસ્ટ કરી તેને બદનામ કરી હતી.

આરોપીનો ત્રાસ અસહ્ય બનતાં મિત્રો અને પરિવારજનો દ્વારા સમાધાનના પ્રયાસો કરાયા હતા, પરંતુ આરોપીની વર્તણૂકમાં સુધારો ન થતાં અંતે પીડિતાએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી કર્તવ્ય મણિયાર સામે ગુનો નોંધી તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch