Wed,24 April 2024,5:07 am
Print
header

નિયમો ન તોડતા, એક જ દિવસમાં જાહેરનામા ભંગના અમદાવાદમાં 402 કેસ કરાયા

અમદાવાદઃ કોરોનાનું સંક્રમણ અટકાવવા રાત્રી કર્ફ્યૂ, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમો અમલમાં છે પરંતુ ઘણા લોકો આ નિયમોનું ઉલ્લંઘન કરે છે જેને કારણે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે હવે અમદાવાદમાં પોલીસ કડક બની છે એક જ દિવસમાં 402 લોકો સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે.

શહેર પોલીસ કન્ટ્રોલ રૂમના ડીસીપી ડો.હર્ષદ પટેલે માહિતા આપતાં જણાવ્યું કે શહેરમાં જાહેરનામા ભંગના 402 વ્યક્તિઓ વિરુધ્ધ કાયદેસરનાં પગલાં લેવામાં આવ્યાં છે તેમજ સોમવારે 2000 થી વધુ લોકો વિરુધ્ધ માસ્ક ન પહેરવા બદલ દંડ વસૂલવામાં આવ્યો છે. કાયદો-વ્યવસ્થાની સ્થિતી જાળવવા અમદાવાદ પોલીસ ફ્રન્ટલાઇન વોરીયર તરીકે કામ કરે છે. સતત કામગીરીને લીધે પોલીસ કર્મચારીઓમાં પણ સંક્રમણ ફેલાય છે આજની તારીખે 380 પોલીસકર્મીઓ કોરોનાથી સંક્રમિત થયેલા છે તેઓ સારવાર લઇ રહ્યાં છે.અમદાવાદ શહેર પોલીસ ઓક્સીજન સપ્લાયર અને કોવિડ હોસ્પિટલના અન્ય કામોમાં  મદદરૂપ બની રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch