Sat,20 April 2024,12:14 pm
Print
header

અમદાવાદમાં સ્થિતી ચિંતાજનક, કોરોનાના 45 કેસ પછી ખાનગી વાહનો પર પ્રતિબંધ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનાં 108 કેસ પોઝિટિવ છે, જેમાં એકલા અમદાવાદમાં 45 કેસ નોંધાયા છે અને 5 લોકોનાં મોત થઇ ગયા છે, જેને લઇને શહેરની સ્થિતી ચિંતાજનક બની રહી છે, કોરોનાના કેસમાં વધારો થતા અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને તમામ પ્રકારના ખાનગી વાહનો પર આજે રાત્રે 12 વાગ્યાથી 14 એપ્રિલ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે.

જો કે જીવન જરૂરિયાતની વસ્તુઓ લઇને જતા વાહનોને છૂટ આપવામાં આવશે, અને જો કોઇ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.નોંધનિય છે કે લોકો હજુ પણ કામ વગર બહાર નીકળીને લોકડાઉનનો ભંગ કરી રહ્યાં છે, જેથી પોલીસ હવે કડક કાર્યવાહી કરશે. અમારી પણ તમને અપીલ છે કે તમે જરૂરી કામ વગર બહાર ના નીકળશો. ઘરમાં રહો... સુરક્ષિત રહો...

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar