Fri,19 April 2024,4:05 am
Print
header

કોરોના સામેની લડાઇમાં સહયોગ આપો, અમદાવાદમાં વધુ 14 કોરોના પોઝિટિવ લોકોનાં નામ, વિસ્તાર જાહેર

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે, રાજ્યના આરોગ્ય વિભાગના આંકડાઓ મુજબ આજે શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યાં 77 પર પહોંચી ગઇ છે, હજારો લોકોને હોમ કવોરોન્ટાઇન કરાયા છે, કોરોનાના પોઝિટિવ લોકોને એસવીપી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, નવા કેસ વધે નહીં તે માટે સરકાર દ્વારા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 7 એપ્રિલના 14 કોરોના પોઝિટિવ લોકોની યાદી જાહેર કરી છે, જેમાં જુહાપુરા અને બોડકદેવ વિસ્તારના કેસ વધુ છે, દરિયાપુર અને સોલામાં પણ નવા કેસ સામે આવ્યાં છે. બોડકદેવમાં દેવપ્રીત એપાર્ટમેન્ટમાં 67 વર્ષીય શૈલેષભાઇ ધ્રુવનું કોરોનાથી મોત થયું હતુ, તેમના પત્ની રીટાબેન ધ્રુવનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ જ વિસ્તારમાં દેવરાજ ટાવરમાં 59 વર્ષીય સોનલબેન શાહ અને તેજ ફ્લેટમાં રહેતા 33 વર્ષીય મોનલ શાહનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને કારણે બોડકદેવ વિસ્તાર હોટસ્પોટ બની ગયો છે.અહી એક જ વિસ્તારમાં 3 કોરોનાના કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 165 થઇ છે, જેમાંથી 77 કેસ માત્ર અમદાવાદમાં જ છે, તંત્ર દ્વારા શહેરના 8 હોટસ્પોટ વિસ્તારોને કલસ્ટર ક્વોરોન્ટાઇન કરાયા છે. શહેરના આંબાવાડી, બાપુનગર, દરિયાપુર, દાણીલીમડા, રખિયાલ અને જમાલપુર સહિતના વિસ્તરોમાં લોકોનો ક્વોરોન્ટાઇન કરાયા છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch