Tue,23 April 2024,10:30 pm
Print
header

કોંગ્રેસ કાર્યાલયમાં જોરદાર તોડફોડ, નામની પ્લેટો ઉખાડી નાખી, કાળા સ્પ્રેથી લખાણો લખાયા, ભરતસિંહના ફોટો સળગાવાયા- Gujarat Post News

અમદાવાદઃ ટિકિટ ફાળવણીને લઇને ગુજરાત કોંગ્રેસ કાર્યાલય, પાલડી ખાતે જોરદાર ધમાલ થઇ છે, જમાલપુર- ખાડિયા બેઠક પર ઇમરાન ખેડાવાલાને ટિકિટ આપવામાં આવી છે, તેનો યુથ કોંગ્રેસે જોરદાર વિરોધ કર્યો છે, અહીં પહોંચેલા એનએસયુઆઇના કાર્યકર્તાઓએ હોદ્દેદારોના નામની પ્લેટો ઉખાડી નાખી હતી, સ્પ્રેથી લખાણ લખાયા કે 50 કરોડ રૂપિયા લઇને ભરતસિંહે ટિકિટોનો વેપાર કર્યો છે, સાથે જ ભરતસિંહ સોલંકીના ફોટો પણ અહીં સળગાવાયા છે.

NSUI અને યુથ કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ સોશિયલ મીડિયામાં રાજીનામાં મુક્યાં પછી તેઓ અહીં ધમાલ કરવા પહોંચી ગયા હતા. તેમની માંગ છે કે ઇમરાન ખેડાવાલી જગ્યાએ અન્ય કોઇને ટિકિટ આપવામાં આવે અને જો આમ નહીં કરાય તો આ બેઠક પર કોંગ્રેસ વિરૂદ્ધ પ્રચાર કરવામાં આવશે.

સ્થિતી તંગ બનતા કેટલાક સિનિયર લોકોએ તોફાન કરનારા લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અહીં કોઇ સમજવા તૈયાર ન હતુ. આ ધમાલ જોઇને ઘણા હોદ્દેદારો ઓફિસોની બહાર જ નીકળ્યાં ન હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch