Wed,15 July 2026,12:18 am
Print
header

ક્યારે સુધરશો ? અમદાવાદની ભદ્ર કોર્ટના આસિસ્ટન્ટ ક્લાર્ક રૂ. 10,000 ની લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા

  • Published By dilip patel
  • 2026-07-03 16:59:01
  • /

અમદાવાદઃ શહેરના ભદ્ર સ્થિત સિટી સેસન્સ કોર્ટના અપીલ વિભાગમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ક્લાર્ક અશોક માધવલાલ પટેલને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ની ટીમે રૂ. 10,000 લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યાં છે.

ફરિયાદીના મકાન અને તેમની બાજુના મકાન વચ્ચે એક કોમન કમ્પાઉન્ડ દિવાલ આવેલી છે.આ દિવાલ ફરિયાદીના પાડોશીએ ગેરકાયદેસર રીતે દબાણ કરીને ઊભી કરી હોવાથી, ફરિયાદીએ તે તોડવા માટે નોટિસ આપી હતી. પાડોશીએ દિવાલ બચાવવા માટે ફરિયાદી વિરૂદ્ધ નામદાર સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ, ભદ્ર ખાતે દાવો દાખલ કર્યો હતો, જેના પગલે ફરિયાદીના ઘરે કોર્ટ કમિશનની નોટિસ આવી હતી.

આ કેસમાં કોર્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા આરોપી અશોક પટેલે ફરિયાદીની તરફેણમાં ચૂકાદો અપાવવાના બદલામાં રૂ. 10,000 ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ ગેરકાયદેસર લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી તેમણે અમદાવાદ શહેર ACBનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદને આધારે એસીબીની ટીમે નારણપુરા વિસ્તારમાં લાંચના છટકાનું આયોજન કર્યું હતું. આરોપી અશોક પટેલ ફરિયાદી પાસેથી લાંચની રકમ રૂ. 10,000  સ્વીકારતા જ સ્થળ પર રંગે હાથ પકડાઈ ગયા હતા. 

ટ્રેપ કરનાર અધિકારીઓની યાદી

ટ્રેપીંગ અધિકારી: પો.ઇન્સ. કે.એન.સોલંકી (અમદાવાદ શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશન તથા સ્ટાફ)

સુપર વિઝન અધિકારી: એમ.એચ.પુવાર (મદદનિશ નિયામક, એ.સી.બી. અમદાવાદ એકમ)

ઇન્ચાર્જ અધિકારી: હરેશ મેવાડા (નાયબ નિયામક, એ.સી.બી, અમદાવાદ) 

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch