Thu,25 April 2024,12:05 pm
Print
header

બારેજામાં ગેસ સિલિન્ડર ફાટતા MP ના 7 શ્રમિકોનાં મોત, CM શિવરાજસિંહ ચૌહાણે કરી મદદની જાહેરાત

અમદાવાદઃ બારેજામાં ગેસ સિલિન્ડર લીક થયા બાદ આગ લાગી હતી. પરિવારના એક સભ્યએ કોઈ કામ માટે લાઇટની સ્વિચ દબાવતા અચાનક બ્લાસ્ટ થયો હતો. આ આગમાં એક જ પરિવારના 7 લોકોના દર્દનાક મોત થયા છે. એમપીના સીએમ શિવરાજે ઘટનામાં મૃત્યુ પામેલાના પરિવારને 4-4 લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે. બાળકોના પરિવારને 2 લાખ રૂપિયા અને ઘાયલની ફ્રીમાં સારવાર કરવાની જાહેરાત કરી છે.  

મૃતકના નામઃ રામપ્યારી બાઈ અહિરવાર  (ઉં.વ. 56), રાજુભાઈ અહિરવાર ( ઉં.વ.31), સોનુ અહિરવાર ( ઉં. વ. 21), વૈશાલી બેન અહિરવાર ( ઉં.વ. 7), નિતેશભાઈ અહિરવાર (ઉં.વ.6), પાયલ બેન અહિરવાર (ઉં.વ. 4), આકાશ ભાઈ અહિરવાર(ઉં.વ. 2) નો સમાવેશ થાય છે.

મધ્યપ્રદેશના ગુના જિલ્લાના આ તમામ સભ્યો એક જ પરિવારના હતા.પરિવારના લોકો ફેક્ટરીના રૂમમાં સૂતા હતા ત્યારે જ અચાનક સિલિન્ડર લીક થયો અને થોડી વારમાં આગ લાગી હતી. ઘટનામાં 10 લોકો ઝપેટમાં આવ્યાં હતા. આગમાં બૂમો પાડી રહેલા લોકોને બચાવવા આસપાસના લોકો દોડી આવ્યાં હતા.તેમાંથી 7 લોકોના મોત થયા હતા અનેક લોકો ઘાયલ થયા હતા જેમની સારવાર ચાલી રહી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch