અમદાવાદઃ બાપુનગરના પોટલીયા વિસ્તારમાં એક યુવકની જાહેરમાં તિક્ષ્ણ હથિયારથી હત્યા કરી દેતા ચકચાર મચી છે. 500 રૂપિયાની લેતી દેતીમાં મિત્રએ જ મિત્રને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આરોપી હત્યા કરીને ફરાર થઇ ગયો હતો. ઘટનાને પગલે પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી રાહુલ ફરાર, પોલીસ કરી રહી છે શોધખોળ
બાપુનગરના ભીડભંજન ખાતે રહેતા મૃતક વિજય પ્રતાપજી ઠાકોર નોકરીથી ઘરે પરત ફરી રહ્યાં હતા. તે સમયે 500 રૂપિયાની લેતી દેતીમાં મિત્ર સાથે વિજય ઠાકોરની બોલાચાલી થઈ હતી. જેને લઇને રોષમાં આવીને તેમના મિત્રએ છરીના ઉપરા છાપરી ઘા મારીને હત્યા કરી હતી. ઘટનાને લઇ આસપાસના સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરાઇ હતી. શહેર કોટડા પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
નોંધનિય છે કે જમાલપુરમાં 14 ડિસેમ્બરના રોજ એક યુવકની જાહેરમાં તિક્ષ્ણ હથિયારથી હત્યા કરાઇ હતી, હત્યાની સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યાં હતા. આ બનાવ સંદર્ભે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો.આમ શહેરમાં એક પછી એક હત્યાના બનાવો બની રહ્યાં છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
અમદાવાદમાં ડેરી- હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર IT ના દરોડા, 75થી વધારે અધિકારીઓની ટીમ જોડાઇ | 2024-03-27 15:10:07
વેકેશનનો સારો ઉપયોગ....શાશ્વત શાળાએ બાળકોને કરાવી શારિરીક વ્યાયામની પ્રવૃતિઓ, વાલીઓને પણ કર્યાં જાગૃત | 2024-03-26 19:59:19
અમદાવાદમાં શાહ, કહ્યું રઘુવીર અવધમાં હોળી રમી રહ્યાં છે, જે અમારા માટે આનંદની વાત છે | 2024-03-25 13:52:51
ચૂંટણી મેદાન છોડનારા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, ભાજપના નેતાઓ સાથે ધંધાકીય સંબંધોના અનેક વખત થયા છે આક્ષેપો | 2024-03-22 12:52:10