Sun,03 December 2023,6:18 am
Print
header

અમદાવાદઃ એસ્પાયર-2 બિલ્ડિગમાં બનેલી દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યાં સામે- Gujarat Post

સીસીટીવી ફૂટેજમાં બે શ્રમિકો નીચે પટકાતા નજરે ચડે છે

કુલ આઠ શ્રમિકો નીચે પટકાયા હતા જેમાં 7 મજૂરોનાં મોત થયા હતા

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી નજીક આવેલા એક નિર્માણધીન બાંધકામ સાઈટ પર ઘટના ઘટી હતી. જેમાં 7 શ્રમિકોના મોત થયા હતા અને એક શ્રમિક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના જ્યાં બની તે એસ્પાયર -2 નામની બિલ્ડીંગ હતી, જેની બાંધકામ સાઈટ પર સવારે ઘટના બની હતી. સાઈટના 13માં માળેથી માંચડો તૂટી પડતા 8 શ્રમિકો નીચે પટકાયા હતા.

આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે, જેમાં દેખાઈ રહ્યું છે કે બે શ્રમિકો પટકાયા છે, જેમાંથી એકનું મોત થાય છે જયારે એક શ્રમિકને ઇજા થઇ છે. ફાયર વિભાગના જણાવ્યાં મુજબ બિલ્ડીંગના સાઈટ પર 13માં માળે લિફ્ટ બનાવવા માટે આઠ શ્રમિક કામ કરી રહ્યાં હતા. દરમિયાન જ લિફ્ટનો માંચડો ખૂબ જ વજન હોવાને કારણે તૂટ્યો હતો

આ બાંધકામ સાઈટ પર કામ કરી રહેલા એક શ્રમિકના કહેવા મુજબ જ્યારે આ કામ ચાલી રહ્યું હતું ત્યારે માંચડો તૂટી જતા કુલ 8 મજૂર નીચે પટકાયા હતા. જેમાંથી બે વ્યક્તિ ઉપરથી નીચે પડ્યા હતા બાકીના 6 મજૂર બેઝમેન્ટમાં પડ્યા હતા. 

આ મામલે પોલીસે માનવવધનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે કોટ્રાક્ટર સૌરભ કમલેશ શાહ, પેટા કોન્ટ્રાક્ટર દિનેશ મણીલાલ પ્રજાપતિ તથા નેમિષ કિરીટ પટેલ સામે મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે. ત્રણેય આરોપીઓની અટકાયત કરીને તેમની વિરુદ્ધ કલમ 304,114 મુજબ ફરીયાદ નોંધવામાં આવી છે. બિલ્ડીંગમાં સાત શ્રમિકોનાં મોતની ઘટના મામલે બિલ્ડીંગની રજાચિઠ્ઠી રદ કરી દેવામાં આવી છે. કેસની પોલીસ વિભાગ દ્વારા તપાસ કરાઇ રહી છે. ત્યારબાદ જ રજાચિઠ્ઠી આપવામાં આવશે. જેથી હાલ પૂરતી આ બાંધકામ સાઈટ પર કોઈપણ કામગીરી થશે નહીં.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch