Fri,26 April 2024,1:22 am
Print
header

જો આ 8 લોકો તમારા સંપર્કમાં આવ્યાં હોય તો હોસ્પિટલ જઇને તમારે ક્વોરોન્ટાઇન થવું જોઇએ

અમદાવાદઃ કોરોના માટે હોટસ્પોટ બની ગયેલા અમદાવાદમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 64 થઇ ગયો છે, કુલ 5 લોકોનાં મોત થઇ ગયા છે, અમદાવાદ પોલીસ અને કોર્પોરેશન દ્વારા લોકડાઉનનો કડક અમલ કરાવાઇ રહ્યો છે, પરંતુ કોરોના સામેની જંગમાં કેટલાક લોકો સહયોગ નથી આપી રહ્યાં, રાજ્ય બહારના શહેરોમાંથી આવીને કેટલાક લોકો ક્વોરોન્ટાઇન થવાને બદલે બહાર ફરી રહ્યાં છે, AMCએ આજે 8 વધુ કોરોના પોઝિટિવ લોકોની યાદી જાહેર કરી છે, જે લોકો દરિયાપુર, જમાલપુર અને મણિનગર જેવા વિસ્તારોના છે. જો તમે પણ આ 8 વ્યક્તિમાંથી કોઇ વ્યક્તિનાં સંપર્કમા આવ્યાં હોવ તો તમારે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ થવું જોઇએ, કોરોનાનો ટેસ્ટ કરાવવો જોઇએ.તમે કોર્પોરેશનના હેલ્પલાઇન નંબર 104 અને 15503 પર જાણ કરી શકો છો અને જાતે ક્વોરોન્ટાઇન થઇ શકો છો, જેથી તમારી યોગ્ય સારવાર થઇ શકે અને તમારો પરિવાર તથા તમને મળેલા લોકો સુરક્ષિત રહી શકે.

અગાઉ પણ કોર્પોરેશને કોરોના પોઝિટિવ લોકોનાં નામ જાહેર કર્યા હતા, આ નામ જાહેર કરવાનો ઉદ્દેશ માત્ર કોરોનાને અટકાવવાનો અને અન્ય લોકોને સુરક્ષિત કરવાનો છે, જો તમારા ધ્યાનમાં પણ એવા લોકો હોય કે જેઓ બહારથી આવ્યાં હોય અને ક્વોરોન્ટાઇન થવાને બદલે બહાર ફરી રહ્યાં છે તો તમે પણ કોર્પોરેશનના હેલ્પલાઇન નંબર પર ફોન કરીને કોરોના સામેની લડાઇમાં ભાગીદાર થઇ શકો છો, નોંધનિય છે કે દિલ્હીના તબ્લિગી જમાતના કાર્યક્રમમાંથી ગુજરાત આવેલા લોકોને કારણે કોરોનાના કેસ વધી ગયા છે, જો આવા લોકોની તમારી પાસે માહિતી હોય તો પોલીસ અથવા કોર્પોરેશનને તેની જાણ કરી શકો છો, અમારી પણ તમને અપીલ છે કે ઘરોમાં રહો....સુરક્ષિત રહો....

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch