Sat,20 April 2024,1:47 pm
Print
header

અમદાવાદ એરપોર્ટ પરથી બે ઇન્ટરનેશનલ ફલાઇટના શટર પડ્યા- Gujarat Post

ચીન જેવા દેશોમાં કોરોનાને પગલે મુસાફરો ઘટતા વિયતજેટની અમદાવાદથી દનાંગની ઇન્ટરનેશનલ ફલાઇટ બંધ 

30 ડિસેમ્બરે શરૂ થયેલી ફલાઇટ બંધ કરવી પડી, આગામી માર્ચ સુધી ફલાઇટ ઓપરેટ નહીં થાય

અમદાવાદઃ સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી વિયતજેટ એરલાઇનની દનાંગ શહેરની ડાયરેકટ ફલાઇટ બંધ કરવામાં આવી છે. આ ફલાઇટ ગત 30 ડિસેમ્બરે શરૂ કરવામાં આવી હતી. જે વીકમાં ચાર દિવસ અમદાવાદથી રાત્રે 10 કલાકે રવાના થતી હતી. આ ફલાઇટ થોડા જ દિવસોમાં બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું એ છે કે થોડા દિવસ પહેલા ઇરાન એરની તહેરાનની ફલાઇટ પણ બંધ કરવામાં આવી હતી.આમ અમદાવાદ એરપોર્ટ પરથી બે ઇન્ટરનેશનલ ફલાઇટના શટર પડી ગયા છે. 

એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું છે કે ચીનમાં વિવિધ ફેસ્ટીવલ ચાલી રહ્યાં છે અને ચીને બોર્ડર પણ ચાલુ કરી દીધી છે, જેથી  કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે ત્યાંથી આવતા મુસાફરો માટે ફરજિયાત આરટીપીસીઆર ટેસ્ટનો નિયમ લાગુ કરાયો છે જેને કારણે પેસેન્જર ટ્રાફિક પર અસર જોવા મળી રહી છે. જેથી હવે અમદાવાદ ડાયરેક્ટ અવર જવર કરતી આ ફલાઇટ બંધ કરવામાં આવી છે, જે આગામી માર્ચ સુધી બંઘ રહેશે. જે મુસાફરોએ એડવાન્સ બુકીંગ કરાવ્યું છે તેમને પૂરૂ રિફંડ કે આ એરલાઇનની ઓનવર્ડ કનેક્શનની ફલાઇટમાં ડેટ ચેન્જ કરી આપવામાં આવશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch