Fri,26 April 2024,5:18 am
Print
header

અમદાવાદ એરપોર્ટ પર હાઉસ કીંપીગ સ્ટાફની ઇમાનદારી, મુસાફરના ખોવાયેલા ડોલર આપ્યાં પાછા

પ્લાસ્ટીકની બેગમાં મળેલા 750 યુએસ ડોલર મુળ માલિકને પરત કર્યાં

સિક્યોરીટી ચેક ઇનની કામગીરી દરમિયાન પ્લાસ્ટીકની બેગમાંથી મળ્યાં 750 ડોલરની રોકડ

અમદાવાદઃ જો કોઇ જરુરિયાતમંદ કે ઓછી આવક ધરાવતા વ્યક્તિને પ્લાસ્ટીકની બેગમાંથી 750 યુએસ ડોલર (અંદાજે 55 હજાર રૂપિયા) રોકડ મળે અને તેને ખ્યાલ હોય કે આ ડોલર ભારતીય ચલણમાં તબદીલ કરાવીને તે 55 હજાર રોકડ લઇ શકે છે. પરંતુ અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર ફરજ બજાવતા જેક ચાવડા નામના યુવકે સિક્યોરીટી ચેક ઇન પાસે પ્લેટમાંથી 750 યુએસ ડોલર મળી આવ્યાં હતા.જે તેણે સીઆઇએસએફની મદદથી મુળ માલિકને પરત આપી દીધા છે. આ પ્રકારની ઇમાનદારીના કિસ્સા ભાગ્યે જ બનતા હોય છે. 

સમગ્ર ઘટના એવી છે કે અમદાવાદ એરપોર્ટ પર જેક ચાવડા નામનો યુવક હાઉસ કીંપીગમાં ફરજ બજાવે છે. બુધવારે સાંજે પાંચ વાગે તેને સિક્યોરીટી ચેક-ઇનના કાઉન્ટર પર ટ્રે સેટ અપનું કામ કરતો હતો. ત્યારે તેને ટ્રેમાં એક પ્લાસ્ટીકની બેગ મળી હતી. જેમાં તપાસ કરતા 750 યુએસ ડોલરની રોકડ હતી જેથી આ બાબતને ગંભીરતાથી લઇને તેણે એક પણ પળ ગુમાવ્યા વિના સીઆઇએસએફને જાણ કરીને બેગ આપી હતી. સીસીટીવીની મદદથી પ્લાસ્ટીકની બેગમાં 750 યુએસ ડોલર ભુલી જનાર મુસાફરને ખાતરી કર્યા બાદ રકમ પરત આપી હતી. 

જો કે નવાઇની વાત એ હતી કે 750 ડોલર ભરેલી પ્લાસ્ટીકની બેગ ભુલી જનાર મુસાફરને એ ખ્યાલ ન હતો કે ચેક ઇન સમયે બેગ ભુલી ગયો છે. એક સામાન્ય નોકરી કરતા હાઉસ કીંપીંગના સ્ટાફે દર્શાવેલી ઇમાનદારીની સૌ કોઇએ પ્રસંશા કરી છે. સાથે તેની આ ઇમાનદારી બદલ હાઉસ કીંપીગ એજન્સી તેને ખાસ રિવોર્ડ પણ આપવા માટે વિચારણા કરી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch