Thu,25 April 2024,4:32 am
Print
header

અમદાવાદ એરપોર્ટ પર ગેરકાયદેસર રીતે સોનું લઇને આવેલા મુસાફરની અટકાયત, 64 લાખ રૂપિયાનું સોનું જપ્ત- Gujarat post

પ્રતિકાત્મક ફોટો 

અમદાવાદઃ છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરી વધી રહી છે, ફરી એક વખત ગેરકાયદેસર રીતે સોનું લઇને આવેલા એક મુસાફરની અટકાયત કરી લેવામાં આવી છે.અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પર ગો-એરની મુંબઇથી અમદાવાદ આવેલી ફ્લાઇટમાંથી ધીરજ કપૂર નામનો મુસાફર 1 કિલો 200 ગ્રામ સોનું લઇને આવ્યો હતો. જેની કિંમત 64 લાખ રૂપિયાની આસપાસ થાય છે.

પહેલા તો અધિકારીઓને તેની પાસેથી કંઇ જ મળ્યું ન હતુ, બાદમાં તેની તપાસ કરતા તેના શુઝમાંથી 1 કિલો 200 ગ્રામ સોનું મળી આવ્યું હતુ, આરોપી અગાઉ પણ આવી રીતે સોનું લઇને આવ્યો હોવાનું સામે આવ્યું છે, અહીં સોનું કોણે ડિલિવરી કરવાનો હતો, તે મામલે કસ્ટમ અને ડીઆરઆઇ વિભાગ તપાસ કરી રહ્યું છે. અમદાવાદ એરપોર્ટ પર અગાઉ પણ આવી રીતે વિદેશથી અને દેશમાંથી આવતી ફ્લાઇટોમાંથી સોનું પકડાઇ ચુક્યું છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch