Thu,25 April 2024,9:50 pm
Print
header

શ્રમિકોના મોત પર CM ભૂપેન્દ્ર પટેલ અને પ્રધાનમંત્રી મોદીનું સંવેદનશીલ ટ્વિટ - Gujarat Post

ગુજરાત યુનિવર્સિટી પાસે બિલ્ડીંગ સાઈટ પર થયેલી દુર્ઘટનાથી CM વ્યથિત અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના કરી વ્યક્ત

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી પાસે બનેલી દુર્ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખ્યું કે મૃતકોના પરિવારો માટે સંવેદના અને ઇજાગ્રસ્તો ફરીથી સાજા થાય તેવી પ્રાર્થના, અસરગ્રસ્તોને સ્થાનિક તંત્ર શક્ય તમામ મદદ કરી રહ્યું છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને લખ્યું કે ઘટનાથી વ્યથિત છું. દુર્ઘટનામાં મૃત્યુ પામનારા મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદનની લાગણી વ્યક્ત કરું છું. દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત ઝડપથી સાજા થાય તેવી ભગવાનને પ્રાર્થના કરું છું. 

શું બની છે દુર્ઘટના ?

ગુજરાત યુનિવર્સિટી પાસે મોટી દુર્ઘટના બની છે. એકસ્પાયર -2 નામની બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું હતુ, દરમિયાન સાતમા માળેથી લિફ્ટ તૂટતા 7 જેટલા શ્રમિકોના મોત થયા છે, એક શ્રમિકની હાલત ગંભીર છે. 

અહીં અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે, શ્રમિકોના મોત માટે જવાબદાર કોણ ? અને સેફટી જેવા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. બનાવ અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી નજીક આવેલા એકસ્પાયર- 2 બિલ્ડીંગનો છે. અમદાવાદમાં મોટાપાયે ઇમારતોના કામ ચાલુ છે ત્યારે બધાએ સાવધાની રાખવી જરૂરી છે.

મૃત્યું પામનાર શ્રમિકોના નામ 

1) સંજયભાઈ બાબુભાઇ નાયક ​​​​​​
2) જગદીશભાઈ રમેશભાઈ નાયક
3) અશ્વિનભાઈ સોમાભાઈ નાયક ​​​​​​
4) મુકેશ ભરતભાઈ નાયક ​​​​​​
5) મુકેશભાઇ 
6) રાજમલ સુરેશભાઇ ખરાડી
7) પંકજભાઇ શંકરભાઇ ખરાડી

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch