Sat,20 April 2024,6:48 pm
Print
header

સબ રજિસ્ટ્રાર કચેરીમાં ACB નો સપાટો, આ મહિલા કર્મચારી પણ લાંચ લેતા ઝડપાયા- Gujarat Post

અમદાવાદઃ છેલ્લા ઘણા સમયથી રાજ્યની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં એસીબીએ સપાટો બોલાવી દીધો છે, એસીબીએ પૂજા દિનેશભાઈ પટેલ, જુનિયર ક્લાર્ક, વર્ગ-3, સબ રજિસ્ટ્રાર કચેરી, પોલીટેકનિક કમ્પાઉન્ડ, મેમનગરને લાંચ લેતા ઝડપી લીધા છે. મહિલા કર્મચારીએ સબ રજિસ્ટ્રાર કચેરી, પોલીટેકનિક કમ્પાઉન્ડમાં જ 5 હજાર રૂપિયાની લાંચ લીધી હતી. 

ફરીયાદીએ મેમનગર સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજોની નકલો મેળવવા અરજી કરીને સરકારની કાયદેસરની ફી ભરી હતી. દસ્તાવેજોની સર્ટિફાઇડ નકલો આપવા માટે આરોપીએ મહિલા કર્મચારીએ ફરિયાદી પાસે રૂ.10,000 ની લાંચની માંગણી કરી હતી. અંતે રૂ.7,000 આપવાના નક્કી કર્યાં હતા, જે પૈકી ફરિયાદીએ રૂ.2,000 તારીખ 16.6.2022 ના રોજ આરોપીને આપ્યાં હતા. બાકીના રૂ.5,000 ની લાંચ આપવાનો આજનો વાયદો કર્યો હતો. 

ફરિયાદી લાંચની રકમ આપવા ન માંગતા હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો. આરોપી પંચની હાજરીમાં ફરીયાદી પાસેથી હેતુલક્ષી વાતચીત કરીને રૂ.5,000 ની લાંચ સ્વીકારતા ઝડપાઇ ગયા હતા. એસીબીએ આરોપીને ડીટેઇન કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે 

ટ્રેપીંગ અધિકારી કે.પી.તરેટીયા, પોલીસ ઇન્સ્પેક્ટર અને સુપરવિઝન અધિકારી કે.બી.ચુડાસમા, મદદનીશ નિયામક, એસીબી અમદાવાદ તથા તેમની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch