Fri,19 April 2024,11:50 am
Print
header

GST અધિકારીએ વેપારીની હત્યાનો કર્યો પ્રયાસ, ACB ટ્રેપની શંકા જતા વેપારીને કારમાંથી નીચે ફેંકી દીધો

અધિકારી સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ, પોલીસે શરૂ કરી તપાસ 

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી જીએસટી વિભાગમાં કૌભાંડો વધી રહ્યાં છે કેટલાક અધિકારીઓ સામે ઉચ્ચ કક્ષાએ અને એસીબીમાં ફરિયાદો થઇ છે આજે શહેરમાં એક ચોંકાવનારો બનાવ બન્યો છે, ચાંદખેડાના વિસત પેટ્રોલપંપ પાસે એક અધિકારીએ વેપારીને ચાલુ કારમાંથી ધક્કો માર્યો હતો, વેપારીએ કારની સીટ પકડી લેતા તેને લાતો મારીને કારમાંથી નીચે ફેંકી દીધો હતો, આ બનાવમાં વેપારીને ઇજાઓ થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. મળતી માહિતી મુજબ વેપારીને ફેક્ચર થયા છે.

ડીકેબિનમાં રહેતા વેપારીએ સિક્યુરિટીના ધંધા માટે લાયસન્સ લીધું છે અને જીએસટી નંબર માટે અરજી કરી છે, સ્થળ વેરિફિકેશ માટે જીએસટી અધિકારીએ વેપારીને દમ મારીને પહેલા 4 હજાર રૂપિયાની લાંચ માંગી હતી, 3 હજાર રૂપિયામાં બધુ નક્કિ થયું હતુ, પરંતુ લાંચ ન આપવા માંગતા વેપારીએ એસીબીનો સંપર્ક કર્યો હતો, વેપારીની માહિતીને આધારે એસીબીએ ટ્રેપ ગોઠવી દીધી હતી, જેમાં અધિકારી પરેશ પ્રિયદર્શી લાંચ લેવા કાર લઇને આવ્યો હતો, ફરિયાદીને પોતાની હોન્ડા કાર WR-V, GJ-18 BG 8512 માં બેસાડીને લાંચ પણ લઇ લીધી હતી, પરંતુ આરોપી પરેશને એસીબીના લાંચના છટકાનો અંદાજ આવી જતા તેને પોતાની કાર ભગાવી હતી અને ફરિયાદીને નીચે ફેંકી દીધો હતો, ફરિયાદી કારમાંથી અંદાજે 100 મીટર સુધી નીચે ઢસેડાયા હતા બાદમાં તે રોડ પર પટકાયા હતા, એક પોલીસ કોન્સ્ટેબલ પણ આ ઘટનામાં ઘાયલ થયા છે.

આ સનસનીખેજ ઘટનાથી જીએસટી વિભાગના કેટલાક કર્મચારીઓ પણ ચોંકી ગયા છે એક અધિકારીએ 3 હજાર રૂપિયાની લાંચ મામલે કોઇની હત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. પોલીસે અધિકારી સામે હત્યાનો પ્રયાસ કરવા સહિતની કલમો દાખલ કરીને ગુનો દાખલ કર્યો છે.એસીબી એ પણ આરોપી સામે તપાસ શરૂ કરી છે.

નોંધનિય છે કે પરેશ જગદીશભાઇ પ્રિયદર્શી જીએસટી વિભાગમાં ઇન્સ્પેક્ટર છે, તે ઘટક-7 બહુમાળી ભવન, લાલ દરવાજા નોકરી કરે છે, અહીં સવાલ એ પણ છે કે હોન્ડાની આ મોંઘીદાટ કાર આરોપી પરેશની પોતાની છે કે પછી અન્ય કોઇના નામે છે, સાથે જ આશંકા છે કે આટલી મોંઘી કાર ચલાવનાર આ અધિકારીએ પહેલા પણ અનેક વેપારીઓનો તોડ કર્યો હોય શકે છે જેની પણ તપાસ થવી જોઇએ.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch