Sun,08 September 2024,11:18 am
Print
header

અમદાવાદ જળમગ્ન, આખી રાત ધોધમાર વરસાદ પડતા ઠેરઠેર પાણી ભરાયા, આજે સ્કૂલો-કોલેજો બંધ

સ્કૂલો-કોલેજોમાં આજે રજા કરાઇ જાહેર

અમદાવાદઃ છેલ્લા બે દિવસથી શહેરમાં ભારે વરસાદ પડતા ઠેરઠેર પાણી ભરાઇ ગયા છે, ગઇકાલે પડેલા ભારે વરસાદને પગલે આજે સ્કૂલો અને કોલેજોમાં રજા જાહેર કરાઇ છે. મોડી રાતથી સતત વરસી રહેલા વરસાદને પગલે શહેરના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યાં છે.

શહેરના ઘાટલોડિયા, ગોતા, મેમનગર, મકરબા, જીવરાજ પાર્ક, ચાણક્યપુરી, નારણપુરા, પાંજરાપોળ, સરસપુર, ભાઈપુરા વોર્ડ, નરોડા, નારોલ, ઠક્કરબાપા નગર, વસ્ત્રાલ, સિંધુભવન રોડ, જજીસ બંગલો, શ્યામલ ચાર રસ્તા, SG હાઈવે, વૈષ્ણોદેવી, તપોવન સર્કલ, રાણીપ, સેટેલાઈટ, સહિતના વિસ્તારો બેટમાં ફેરવાયા છે. પરિણામે રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહારની સાથે સામાન્ય જનજીવનને પણ અસર પહોંચી છે.

શહેરના મોટાભાગના અંડરપાસ બંધ કરવામાં આવ્યાં છે. જ્યારે વાસણા બેરેજના છ દરવાજા ખોલાવામાં આવ્યાં છે. વરસાદની સાથે ભારે પવન ફૂંકાતા કેટલીક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા છે. ભારે વરસાદના કારણે શહેરના નદી, નાળા ભરાઇ ઉભરાઇ ગયા હતા.

અમદાવાદમાં ભારે વરસાદને લઈને ગઈકાલે કલેક્ટરની સમીક્ષા બેઠકમાં વીડિયો કોન્ફરન્સથી જિલ્લામાં વરસાદની સ્થિતિ અને કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં વિવિધ વિસ્તારમાં ભરાયેલ પાણી અને પાણીના કારણે લોકો પડેલ હાલાકીની માહિતી કલેક્ટરે મેળવી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch