Fri,19 April 2024,1:42 pm
Print
header

DPS સ્કૂલની નકલી NOC મામલો, મંજૂલા પૂજા શ્રોફ સહિત ત્રણની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી

અમદાવાદઃ હાથીજણમાં આવેલી DPS સ્કૂલની નકલી NOC વિવાદમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે મંજૂલા પૂજા શ્રોફ, હિતેન વસંત અને પૂર્વ પ્રિન્સિપાલ અનિતા દુઆના આગોતરા જામીન ફગાવી દીધા છે, કોર્ટે નોંધ લીધી છે કે ખોટા ડોક્યુમેન્ટ તૈયાર કરીને એનઓસી લેવી તે એક પ્રકારનો મોટો ગુનો છે, જેથી તેમને આગોતરા જામીન આપી શકાય તેમ નથી, જેથી હવે ત્રણેય આરોપીઓની ધરપકડ થાય તેવી શક્યતા છે, જો કે પોલીસ ફરિયાદ થયા પછી ત્રણેય હાલમાં ગુમ છે, જેમને પોલીસ શોધી રહી છે.

નોંધનિય છે કે DPS સ્કૂલની મંજૂરી લેવા માટે આરોપીઓએ CBSEમાં ખોટા દસ્તાવેજો તૈયાર કરીને મુક્યા હતા, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની તપાસમાં આ મામલો સામે આવ્યાં પછી જિલ્લા શિક્ષણ અધિકારીએ ત્રણેય સામે પોલીસ કેસ દાખલ કર્યો હતો, સાથે જ સ્કૂલ કેમ્પસમાં નિત્યાનંદ આશ્રમને મંજૂરી આપવા બદલ પણ તેમની સામે સરકારે કાર્યવાહી કરી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch