Wed,24 April 2024,8:34 pm
Print
header

અમદાવાદમાં રૂ.297 કરોડના ખર્ચે 15 રેલવે ઓવરબ્રિજ-અંડરબ્રિજ બનશે, ગોતાના વંદેમાતરમ વિસ્તારની માંગ પુરી કરાઇ

અમદાવાદ: શહેરમાં દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, જ્યાં રેલવે ફાટક છે, તેવા વિસ્તારોમાં સામાન્ય જનતાએ હેરાન થવું પડી રહ્યું છે, પરંતુ હવે રેલવે ફાટક પર ટ્રાફિકની સમસ્યાથી છૂટકારો મળશે, અમદાવાદ શહેરમાં 297 કરોડ રૂપિયાના ખર્ચે 5 રેલવે ઓવરબ્રિજ અને 10 રેલવે અંડરબ્રિજના પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી છે, આગામી 2 વર્ષમાં આ કામ પૂર્ણ થવાનો અંદાજ છે.

રૂપિયા 297 કરોડની પ્રથમ તબક્કાની યોજનામાં રાજ્ય સરકાર 151.79 કરોડ રૂપિયા આપશે, બાકીની રકમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આપશે, એમસીએ 24 ઓવરબ્રિજ-અંડરબ્રિજની રાજ્ય સરકારમાં દરખાસ્ત કરી હતી, જેમાંથી 15ની દરખાસ્ત મંજૂર કરી લેવામાં આવી છે, અંદાજે 2 વર્ષમાં 15 ઓવરબ્રિજ-અંડરબ્રિજ તૈયાર થયા બાદ અન્ય ઓવરબ્રિજ અને અંડરબ્રિજના પ્રોજેક્ટ શરૂ કરાશે.

છેલ્લા કેટલાક સમયથી શહેરમાં મણિનગર દક્ષિણી, જગતપુર ગોદરેજ ગાર્ડન સીટી અને ગોતા વંદેમાતરમ જેવા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, કેટલાક વિસ્તારોમાં રેલવે ફાટક બંધ થતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે, અહીની સ્થાનિક જનતા અને આગેવાનો દ્વારા છેલ્લા કેટલાક સમયથી બ્રિજ બનાવવાની માંગ કરાઇ હતી, જેને સ્વીકારી લેવામાં આવી છે, જેથી હવે થોડા જ સમયમાં બ્રિજનું કામ શરૂ થતા લોકોને ટ્રાફિક જામથી રાહત મળશે.

રેલવે અંડરબ્રિજની મંજૂરી 

- વંદેમાતરમ, ગોતા
- વંદે માતરમ, ઋતુ બંગલો, ગોતા
- જલારામ મંદિર, પાલડી 
- સાબરમતી, ડી-કેબિન
- અગિયારસી મંદિર, નારણપુરા
- ઉમા ભવાની, ચાંદખેડા
- વટવા, વિંઝોલ
- ત્રાગડ, છારોડી
- IOC, ચાંદખેડા
- હેબતપુર, થલતેજ

રેલવે ઓવરબ્રિજની મંજૂરી 
- જગતપુર, ગોદરેજ ગાર્ડન સીટી
- દક્ષિણી, મણિનગર
- નરોડા, GIDC
- ઉજાલા સર્કલ, SG હાઇવે
- પુનિતનગર, ઇસનપુર

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar