Fri,19 April 2024,12:47 pm
Print
header

પરિવારોમાં આક્રંદ, અમદાવાદમાં ડ્રેનેજ લાઈનની સફાઈ કરી રહેલા 3 શ્રમિકોનાં મોત થઇ ગયા

અમદાવાદઃ શહેરમાં ગટરની સફાઇ કામ કરતા વધુ 3 શ્રમિકોના ગટરમાં જ મોત થઇ ગયા છે. બોપલ શીલજ કેનાલ પાસે ડ્રેનેજ લાઈનમાં કામ ચાલતું હતુ તે દરમિયાન 3 શ્રમિકોના મોત થયા છે. ગટરની સફાઇ કરવા શ્રમિકો ગટરમાં ઉતાર્યા હતા. યોગી કન્સ્ટ્રકશન નામની કંપની ગટર લાઈનનું કામ કરે છે જેના માલિક સંકેત પટેલ છે પણ યોગી કન્સ્ટ્રકશને એક પેટા કોન્ટ્રાક્ટરને આ કામ સોંપ્યું હોવાનું સામે આવ્યું છે.

એક મજૂર ગટરનું કામ કરતા અંદર બેભાન થઇ ગયો હતો જે બાદ એકને બચાવવા જતા બીજા બે મજૂર ઉતર્યાં હતા અને ત્રણેયના ગળતરને કારણે મોત થઇ ગયા છે. આસપાસના લોકોને જાણ થતાં જ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળાં ઉમટ્યા હતા. પોલીસ તથા ફાયર બ્રિગેડને જાણ કરાઇ હતી. આ ઘટનાથી મૃતકોના પરિવારજનો આઘાતમાં ચાલ્યાં ગયા છે.

નોંધનીય છે કે ગુજરાતમાં અગાઉ પણ આવા બનાવો બન્યા છે થોડા દિવસ પહેલા ગાંધીનગરમાં જ એક શ્રમિકનું આવી રીતે મોત થઇ ગયું હતુ, તેમ છંતા આવા મોત અટકાવવા રાજ્ય સરકાર કોઇ કામગીરી કરી રહી નથી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch