Thu,25 April 2024,5:45 pm
Print
header

ગુજરાતમાં અમદાવાદીઓ મ્યૂચ્યુઅલ ફંડ રોકાણમાં સૌથી મોખરે, વડોદરા બીજા ક્રમે

(Demo pic)

અમદાવાદઃ શેરબજારમાં રોકાણ અને ઈક્વિટી લિંક મ્યૂચ્યુઅલ ફંડ રોકાણમાં અમદાવાદના રોકાણકારો મોખરે છે.ફિક્સ્ડ ઈન્કમ એસેટની તુલનામાં રાજ્યમાં અમદાવાદના લોકો સૌથી વધારે મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે. ચાલુ વર્ષે એસેટ અંડર મેનેજમેન્ટ ઓફ મ્યૂચ્યુઅલ ફંડમાં અમદાવાદનું રોકાણ 13 ટકા વધ્યું છે. જૂન ના પ્રથમ ત્રિમાસિકના અંતે 1.21 લાખ કરોડથી રોકાણ સપ્ટેમ્બરના બીજા ત્રિમાસિકના અંતે વધીનમે 1.27 લાખ કરોડ પર પહોંચ્યું છે, તેમે એસોસિએશન ઓફ મ્યૂચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયાના (AMFI) રિપોર્ટમાં જણાવાયું છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, અમદાવાદની મ્યૂચ્યુઅલ ફંડ એયુએમ ભારતના તમામ શહેરોમાં છઠ્ઠા ક્રમે છે. ગુજરાતની ચાલુ વર્ષે સપ્ટેમ્બર એયુએમ 2.57 લાખ કરોડ હતી,જેમાંથી અમદાવાદનો જ હિસ્સો 49.4 ટકા હતો.નિષ્ણાતોના કહેવા મુજબ શેરબજારમાં તેજીના કારણે રોકાણકારો ફિક્સ્ડ ઈન્કમના બદલે મ્યૂચ્યુઅલ ફંડમાં વધારે રોકાણ કરી રહ્યાં છે.

AMFIના રિપોર્ટમાં જણાવ્યાં મુજબ જૂન ક્વાર્ટરમાં અમદાવાદની એયુએમ 1,12,543.3 કરોડ હતી, જે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 13 ટકા વધીને 1,27,168.9 કરોડ પર પહોંચી છે.વડોદરાની એયુએમ 26,260.1 કરોડ હતી, જે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વધીને 30,300.5 કરોડ પર પહોંચી છે. સુરતની એયુએમ 21,485.5 કરોડ હતી, જે સપ્ટેમ્બર ક્વાર્ટર વધીને 23,567 કરોડ પર પહોંચી છે. રાજકોટની એયુએમ 10,231.2 કરોડ હતી,જે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વધીને 11,222.4 કરોડ પર પહોંચી છે. જામનગરની એયુએમ 4,092.5 કરોડ હતી, જે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વધીને 4,863 કરોડ પર પહોંચી છે. ભાવનગરની એયુએમ 3,069 કરોડ હતી, જે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વધીને 3740.8 કરોડ પર પહોંચી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch