યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં પ્રદર્શન
હરિયાણાઃ સેનાને લઇને કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના સામે વિરોધ શરૂ થઇ ગયો છે. બિહારમાંથી નીકળેલી ચીનગારી યુપી, હરિયાણા, હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં પહોંચી છે. દુઃખની વાત એ છે કે હરિયાણાના રોહતકમાં આ યોજનાના વિરોધમાં એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે. પલવલમાં હંગામો મચાવતા વિદ્યાર્થીઓએ પોલીસના ત્રણ વાહનો સળગાવી દીધા હતા.હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં ચૂંટણી પ્રચાર માટે મોદીની રેલીનો વિરોધ કરવા જઈ રહેલા યુવાનોને અટકાવવામાં આવ્યાં હતા.યુપીમાં પણ પ્રચારના વિરોધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતા.
રોહતકમાં પીજી હોસ્ટેલના રૂમમાં સચિન નામના એક યુવકે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. તે જીંદ જિલ્લાના લિજવાના ગામનો રહેવાસી હતો, ભરતીની નવી નીતિ અગ્નિપથની સેના ભરતીથી પરેશાન હતો. પરિવારે જણાવ્યું કે સચિને આર્મી ભરતી રદ થવાથી અને ચાર વર્ષની સ્કીમ સાથે અગ્નિપથ સ્કીમ આવવાથી દુઃખી થઈને આ પગલું ભર્યું છે.
બિહારના ઘણા જિલ્લાઓમાં બીજા દિવસે પણ અગ્નિપથ યોજના વિરુદ્ધ યુવાનોનું પ્રદર્શન ચાલુ છે. જહાનાબાદ, બક્સર અને નવાદામાં ટ્રેનને રોકી દેવામાં આવી હતી. છપરા અને મુંગેરમાં રોડ પર આગચંપી બાદ ઉગ્ર પ્રદર્શન થઈ રહ્યું છે.આ લોકોનું કહેવું છે કે સરકારે પોતાનો નિર્ણય પાછો ખેંચવો જોઈએ.
સવારથી પ્રદર્શનકારીઓએ સફિયાબાદ નજીક મુંગેરમાં પટના-ભાગલપુર મુખ્ય માર્ગને બ્લોક કરી દીધો છે.નવાદામાં અનેક યુવાનો પ્રજાતંત્ર ચોક ખાતે કેન્દ્ર સરકાર સામે હંગામો મચાવી રહ્યાં છે. જહાનાબાદ માં વિદ્યાર્થીઓએ ગયા-પટના રેલ્વે ટ્રેકને બ્લોક કરીને શહેરમાં આગ લગાવી હતી. પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29