બિહારઃ સેનામાં ભરતીને લઈને કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના અંગેનો હોબાળો અટકવાનું નામ નથી લઈ રહ્યો. દેશના 13 રાજ્યોમાંથી પથ્થરમારો, હિંસા અને આગચંપીની ઘટનાઓ સામે આવી છે. આજે આ યોજનાના વિરોધમાં કેટલાક સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું છે. આ અંગે આરપીએફ અને જીઆરપી હાઈ એલર્ટ પર છે. તાજેતરની હિંસક ઘટનાઓ બાદ આરપીએફ અને જીઆરપી ઘણી તકેદારી રાખી રહ્યાં છે.
દક્ષિણ બિહારના ઔરંગાબાદ જિલ્લામાં 16 અને 17 જૂનના રોજ થયેલા તોફાનો અને આગચંપીના ષડયંત્રોમાં સોશિયલ મીડિયાની મોટી ભૂમિકા હતી. જેથી હવે બે દિવસથી બિહારના 15 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સંપૂર્ણ રીતે બંધ કરાયું છે, જે માટે બિહાર પોલીસે ટેલિકોમ કંપનીઓને પત્ર લખીને ઈન્ટરનેટ સેવા બંધ રખાવી છે.
અત્યાર સુધીની તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે દેખાવકારોએ તોફાનીઓના ટોળાને એકત્ર કરવા માટે નકલી ફેસબુક એકાઉન્ટ, વોટ્સએપ ગ્રુપ બનાવીને લોકોને ઉશ્કેર્યાં હતા. ઔરંગાબાદ પોલીસે આવા 7 થી વધુ ફેસબુક પેજ અને એકાઉન્ટની ઓળખ કરી છે, તેની તપાસ સાયબર સેલને સોંપી છે. આ સિવાય ઔરંગાબાદ પોલીસ ઘણી મિલિટ્રી ટ્રેનિંગ, કોચિંગ ક્લાસ અને એકેડમીની મુલાકાત લઈને તપાસ કરી રહી છે. તોફાનોમાં કોચિંગ કલાસિસની ભૂમિકા સામે આવ્યાં બાદ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.
16 અને 17 જૂનના રોજ ઔરંગાબાદ, ગયા, અરવલ અને બિહારના મગધ પ્રદેશના આજુબાજુના જિલ્લાઓમાં માત્ર વોટ્સએપ જ નહીં પરંતુ ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયાનો પણ આડેધડ ઉપયોગ કરવામાં આવ્યો હતો.ઔરંગાબાદ જિલ્લાના એસપી મિશ્રાએ માહિતી આપી હતી કે તોફાનીઓનું કનેકશન જિલ્લા બહારના લોકો સાથે જોડાયેલા હોવાની શક્યતા છે.
એસપીએ કહ્યું કે વોટ્સએપ ગ્રુપ સિવાય ફેસબુક પેજ અને ફેસબુક એકાઉન્ટ વિશે મજબૂત માહિતી મળી છે. 16 અને 17 જૂનના રમખાણો અને આગચંપીના 3 થી 4 દિવસ પહેલાથી ફેસબુક પેજ દ્વારા યુવાનોને ઉશ્કેરવામાં આવતા હતા. આ ફેસબુક પેજ અને એકાઉન્ટ પર ભડકાઉ નિવેદનો મોકલવામાં આવ્યાં છે. ઔરંગાબાદ સાયબર સેલની મદદથી આ ફેસબુક પેજ અને એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે.
આજે બિહાર બંધ માટે ઔરંગાબાદ પોલીસ સંપૂર્ણ રીતે તૈયાર છે. દરેક મહત્વના પોઈન્ટ પર સર્વેલન્સ અને પોલીસ તૈનાત કરવામાં આવી છે.બિહાર બંધને લઈને પોલીસ અને પ્રશાસન સતર્ક થઈ ગયું છે. દક્ષિણ બિહારના નક્સલ પ્રભાવિત વિભાગ ઔરંગાબાદના જિલ્લા મેજિસ્ટ્રેટ સૌરવ જોરવાલે જિલ્લાના એસપી કંતેશ કુમાર મિશ્રા સાથે મળીને દરેક રેલવે સ્ટેશન પર એસટીએફ કમાન્ડો અને રિઝર્વ પોલીસ તૈનાત કરવાનો આદેશ જારી કર્યો છે.આ રેલ્વે સ્ટેશનોમાં અનુગ્રહ નારાયણ રોડ રેલ્વે સ્ટેશન, ફાસર રેલ્વે સ્ટેશન, જાખીમ રેલ્વે સ્ટેશન, ચિરૈલા હોલ્ટ રેલ્વે સ્ટેશન, રફી ગંજ રેલ્વે સ્ટેશન અને દેવરોડ સહિત 11 નાના અને મોટા હોલ્ટનો સમાવેશ થાય છે, એસપી અને ડીએમે ઔરંગાબાદ જિલ્લાના તમામ રેલવે સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું હતું.
જિલ્લા પ્રશાસને તમામ મોબાઈલ કંપનીઓને આગામી 24 કલાક માટે ઈન્ટરનેટ સેવા બંધ કરવાની અવધિ વધારવાનો પત્ર આપ્યો છે. 19મી જૂનની મધરાત 12 સુધી ઈન્ટરનેટ સેવા સંપૂર્ણપણે બંધ હતી, હવે 20મી જૂનની મધરાત સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડીએમ સૌરવ જોરવાલે કહ્યું કે ઔરંગાબાદ જિલ્લામાં અત્યાર સુધીમાં 65 થી વધુ તોફાનીઓની ધરપકડ કરવામાં આવી છે જેમની સામે કડક કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
SBI ભરતીમાં કૌભાંડ અને ગુજરાતીઓને અન્યાય થયો હોવાનો કોંગ્રેસનો આરોપ- Gujarat post
2022-06-25 20:26:39
એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ વડોદરામાં મળ્યાં, અમિત શાહ પણ હાજર હોવાની ચર્ચાઓ- Gujarat Post
2022-06-25 20:20:56
ગુજરાત ATSએ એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની કરી અટકાયત- Gujarat post
2022-06-25 20:03:51
શિવસેનાની કાર્યકારિણીમાં ઉદ્ધવનું બળવાખોરો સામે આક્રમક વલણ, મુંબઈમાં કલમ 144 લાગુ- Gujaratpost
2022-06-25 15:44:03
અમદાવાદ: પરિમલ ગાર્ડન પાસે દેવ કોમ્પલેક્ષમાં લાગી આગ, હોસ્પિટલમાંથી 10 નવજાત સહિત 50 લોકોનું રેસ્ક્યૂં- Gujarat post
2022-06-25 15:35:11
મોદીજીને પીડા સહન કરતા જોયા છે, ગુજરાત રમખાણોના ચૂકાદા બાદ અમિત શાહે કહ્યું- સોનાની જેમ સત્ય બહાર આવ્યું- Gujarat Post
2022-06-25 10:36:39
શું ઉદ્ધવ ઠાકરે આપશે રાજીનામું ? આઠવલે-ફડણવીસની થશે મુલાકાત- Gujarat Post
2022-06-25 09:46:27
તપન કુમાર ડેકા બન્યાં દેશના નવા IB ચીફ, રો ચીફ સામંતને એક વર્ષનું એક્સટેંશન- Gujaratpost
2022-06-24 21:30:05
રશિયા-યુક્રેન યુદ્ધના 4 મહિના, હવે આવી શકે છે સૌથી ખતરનાક સમય ! Gujarat Post
2022-06-24 09:07:07
અમેરિકામાં થયેલા ગોળીબારમાં ભારતીયનું મોત, માતા-પિતાએ કહ્યું અમે પહેલા જ જવાની પાડી હતી ના- Gujarat Post
2022-06-23 10:28:25
UPમાં ભયંકર અકસ્માત, હરિદ્વારથી પરત ફરી રહેલા 10 શ્રદ્ધાળુઓનાં મોત, મુખ્યમંત્રી યોગીએ વ્યક્ત કર્યો શોક- Gujarat Post
2022-06-23 09:15:26
પંજાબની ભગવંત માન સરકારે ભ્રષ્ટાચાર મામલે IAS અધિકારીની કરી ધરપકડ- Gujarat Post
2022-06-21 10:51:36