તેહરાનઃ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા ભીષણ હુમલામાં સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનેઈનું મોત થયું છે, જેની પુષ્ટિ ઈરાની મીડિયાએ પણ કરી દીધી છે. આ ઘટનાએ વિશ્વભરમાં તણાવ વધારી દીધો છે, ખાસ કરીને ક્રૂડ ઓઈલની કિંમતોને લઈને ચિંતા ચરમસીમાએ પહોંચી છે. નિષ્ણાંતોના મતે, આગામી સપ્તાહમાં ઓઈલના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.
યુદ્ધના કારણે હોર્મુઝની ખાડીમાં ક્રૂડ ઓઈલના જહાજોની અવરજવર રોકી દેવામાં આવી હોવાના અહેવાલો છે. આ રસ્તો દુનિયા માટે અત્યંત મહત્વનો છે કારણ કે, વિશ્વના કુલ ઓઈલ વપરાશનો અંદાજે 20% હિસ્સો આ દરિયાઈ માર્ગેથી પસાર થાય છે. આ રૂટ પર કોઈપણ અડચણ ક્રૂડના ભાવમાં લાંબાગાળાનો અને મોટો ઉછાળો લાવી શકે છે.
સાઉદી અરેબિયા, ઈરાક, યુએઈ, કુવૈત અને કતાર જેવા દેશો આ જ માર્ગેથી ચીન, ભારત, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા એશિયન બજારોમાં ક્રૂડ ઓઈલ મોકલે છે. ઈરાન સાથેના તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રન્ટ ક્રૂડ 72.87 ડોલર પ્રતિ બેરલની સાત મહિનાની ઊંચી સપાટીએ બંધ થયું હતું.
ઈરાન દરરોજ અંદાજે 1.6 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ નિકાસ કરે છે, જેમાંથી મોટાભાગનું ચીન ખરીદે છે. જો સપ્લાય ખોરવાય, તો ચીન વૈશ્વિક બજારમાં અન્યત્ર તેલ શોધશે, જેનાથી ભાવમાં તીવ્ર વધારો થશે. સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝના ક્લેટન સીગલના જણાવ્યા અનુસાર, જો ઈરાન ટેન્કર ટ્રાફિકમાં અવરોધ ઊભો કરશે, તો ક્રૂડ ઓઈલની કિંમત 100 ડોલર પ્રતિ બેરલ થી ઉપર જઈ શકે છે.
બીજી તરફ, અમેરિકામાં પણ ગેસની કિંમતોમાં વધારો થવાની શક્યતા છે. AAA અનુસાર, ગયા અઠવાડિયે ગેસની કિંમત સરેરાશ 2.98 ડોલર પ્રતિ ગેલન હતી, જે હવે 3 ડોલરથી ઘણી ઉપર જઈ શકે છે. જોકે, વિશ્લેષકોનું માનવું છે કે ઈરાન આ ખાડીને સંપૂર્ણ બંધ કરવાની કોશિશ નહીં કરે, કારણ કે તેનાથી તેની પોતાની નિકાસ અને તેના સૌથી મોટા ગ્રાહક ચીનને નુકસાન થઈ શકે છે.
દેશમાં ગેસ અને ઇંધણની કોઈ અછત નથી: ગભરાઇને બુકિંગ ન કરવા મોદી સરકારની અપીલ | 2026-03-13 17:25:59
Video: આંજણા પટેલ યુવક સાથે લગ્ન બાદ સિંગર કિંજલ રબારીએ હર્ષ સંઘવીને શું કરી વિનંતી ? | 2026-03-13 17:10:01
Stock Market Crash: સતત વેચવાલીથી રોકાણકારો ચિંતિત, શેરબજારમાં 10 લાખ કરોડ ધોવાયા | 2026-03-13 16:58:09
ACB ટ્રેપમાં દૂધ મંડળીના ઓડિટર સહિત 2 લોકો આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-03-13 15:22:51
LPG સંકટ પર હરદીપ સિંહ પુરીએ લોકસભામાં આપ્યો આ જવાબ: Video | 2026-03-12 16:59:16
ઓમાન બંદર પર ઈરાની ડ્રોન દ્વારા ઓઇલ ટાંકી પર હુમલો, આગ ભભૂકી ઉઠી | 2026-03-12 09:33:17
હોર્મુઝની ખાડીમાં થાઈ કાર્ગો શિપ પર હુમલો: ગુજરાત આવી રહેલા જહાજમાં લાગી આગ | 2026-03-11 19:55:34
ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી ઈરાન પર નવા હુમલાને લઈને આપી મોટી ચેતવણી | 2026-03-10 18:32:53
આયાતુલ્લાહ અલી ખામેનેઇના મોત પછી પુત્ર મોજતબા ઈરાનના સર્વોચ્ચ નેતા બન્યાં, ટ્રમ્પે કહ્યું હતું સ્વીકાર્ય નથી | 2026-03-09 08:08:07
ઈરાને ઈઝરાયેલ પર છોડી સોલિડ ફ્યુઅલ મિસાઈલ, જાણો શું છે તેની ખાસિયત | 2026-03-08 13:36:17
સુરતમાં કોથળામાંથી મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો, સગા પુત્ર, પુત્રવધૂ અને વેવાઈએ જ કરી હતી હત્યા | 2026-03-12 16:48:11