(file photo)
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ટ્રાફિક નિયમોના કડક પાલન અંગે અપાયેલી સૂચના બાદ અમદાવાદ પોલીસ સક્રિય બની હતી. હાઇકોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા વાહનચાલકોના વાહનો જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવે. ખાસ કરીને રોંગ સાઇડ ડ્રાઇવિંગ જેવા ગંભીર ગુનાઓમાં તાત્કાલિક વાહન જપ્ત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
હાઇકોર્ટની તાકીદને પગલે, આજે સવારથી જ અમદાવાદ પોલીસે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા વાહનચાલકો સામે લાલ આંખ કરવા અને નિયમોનું ઉલ્લંઘન કરનારના વાહનો જપ્ત કરવા સુધીના પગલાં ભરવા હાઇકોર્ટે તાકીદ કરી હતી. જે અનુસંધાને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત, એક સપ્તાહ સુધી ટ્રાફિક પોલીસને કડક કામગીરી કરવા પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો. જેને લઈને પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને અમદાવાદના એસજી હાઇવે પર રોંગ સાઇડ આવતા વાહન ચાલકો અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓને દંડ ફટકારવાનું શરૂ કર્યું છે.
આગામી એક સપ્તાહ સુધી પોલીસને સઘન ઝુંબેશ ચલાવવા અને નિયમભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા બાંહેધરી લેવામાં આવી હતી. શહેરના પિક અવર્સ દરમિયાન ભારે વાહનોના પ્રવેશ પરના પ્રતિબંધનો સખત અમલ કરાવવા પણ હાઇકોર્ટે સૂચન કર્યું હતું.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
તાલાલામાં પોલીસ ચોકી પાસે પરિવાર પર હુમલો, 7 લોકો ઘાતક હથિયારોથી તૂટી પડ્યાં | 2026-03-11 20:10:40
ગુજરાતમાં આ મહિનાના અંતમાં UCC બિલ આવવાની શક્યતા, ઇટાલિયા અને સંઘવી વચ્ચે વિધાનસભામાં જામ્યું શબ્દયુદ્ધ | 2026-03-11 20:06:04
લોકસભામાં સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ: અમિત શાહે વિપક્ષ અને રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન | 2026-03-11 20:01:23
હોર્મુઝની ખાડીમાં થાઈ કાર્ગો શિપ પર હુમલો: ગુજરાત આવી રહેલા જહાજમાં લાગી આગ | 2026-03-11 19:55:34
સુરત મનપાની સામાન્ય સભામાં ભાજપ-આપના કોર્પોરેટર વચ્ચે હાથાપાઇ થઇ | 2026-03-10 18:59:30
ડિંડોલીમાં બે યુવતીઓના આપઘાત કેસમાં થયો મોટો ખુલાસો, પોલીસે મોબાઈલ ચેક કરતા કારણ સામે આવ્યું | 2026-03-09 18:32:38
T- 20 વર્લ્ડકપ જીત્યા પછી સૂર્યાએ પોતાના આગામી મોટા લક્ષ્યનો ખુલાસો કર્યો, 2028 વિશે આ વાત કહી | 2026-03-09 08:36:15
T-20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારતની ભવ્ય જીત, ન્યૂઝીલેન્ડને 96 રને હરાવ્યું, ઠેર ઠેર ઉજવણી | 2026-03-08 22:53:27
અમદાવાદમાં ક્રિકેટ ફિવર: દેશભરમાંથી અનેક હસ્તીઓ પહોંચી, ભારતની જીત માટે હવનો પણ થયા | 2026-03-08 13:23:02
ACB ટ્રેપમાં ટેક્ષ વેલ્યુએશન વિભાગના જુનિયર ક્લાર્ક ઝડપાયા, 30 હજાર રૂપિયાની કરી હતી માંગણી | 2026-03-08 09:44:47
અંગદાન કરી માનવતા મહેકાવનારી 30 મહિલાઓનું વિશેષ સન્માન, શેલ્બી હોસ્પિટલ્સ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત હતો કાર્યક્રમ | 2026-03-07 18:21:20