Fri,19 April 2024,7:08 pm
Print
header

ચૂંટણી પૂરી થતાં જ સતત બીજા દિવસે વધ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ, આ રીતે જાણો તમારા શહેરમાં કેટલો છે ભાવ

નવી દિલ્હી: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ સતત બીજા દિવસે પટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલની કિંમતમાં 19 પૈસા અને ડીઝલની કિંમતમાં 21 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે, દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 90.74 અને ડીઝલનો ભાવ 81.12 રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે મુંબઈમાં પેટ્રોલ 97.12 અને ડીઝલ 88.19 રૂપિયા, ચેન્નઈમાં પેટ્રોલ 92.70 તથા 86.09 અને કોલકાતામાં પેટ્રોલ 90.92 રૂપિયા તથા ડીઝલ 83.98 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચ્યું છે.

દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી થાય છે પેટ્રોલ, ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન તથા અન્ય ખર્ચ ઉમેરવાથી તેનો ભાવ લગભગ બમણો થઈ જાય છે.એસએમએસથી પણ તમારા શહેરનો ભાવ જાણી શકાય છે. ઈન્ડિન ઓઇલની વેબસાઇટ મુજબ તમે RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલવાનો રહેશે. દરેક શહેરનો કોડ અલગ હોય છે. જે આઈઓસીએલની વેબસાઈટ પરથી મળે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch