Thu,25 April 2024,12:10 pm
Print
header

ઓસ્ટ્રેલિયાના આ શહેરમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવતાં લગાવી દેવાયું લોકડાઉન

સિડનીઃ વિશ્વના અનેક દેશોમાં કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ છે. બ્રિટન, રશિયા, સ્પેન અને ઓસ્ટ્રેલિયામાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યાં છે ઓસ્ટ્રેલિયામાં કોરોનાએ રોકેટ સ્પીડ પકડી છે. છેલ્લા 24 કલાકમાં હજારો કેસ સામે આવ્યાં છે અસંખ્ય લોકોના મોત થઇ ગયા છે.  સિડનીમાં પરિસ્થિતિ વણસતી જોઈને ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા અને જૂના શહેરમાં કેટલીક જગ્યાએ લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે.

ઓસ્ટ્રેલિયાના અધિકારીઓએ મધ્ય સિડનીમાં ચાર પડોશીઓને એક સપ્તાહ સુધી ઘરની અંદર જ રહેવાનો આદેશ આપ્યો છે. આ લોકોમાં કોવિડ 19નો સૌથી વધુ સંક્રમણ ડેલ્ટા વેરિયંટ જોવા મળ્યાં બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે સિડની એરપોર્ટ પરથી એક આંતરરાષ્ટ્રીય પાયલટને પણ હોટલમાં ક્વોરન્ટાઈન માટે મોકલવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં કોરોનાના 30 હજારથી વધારે કેસ નોંધાયા છે. સૌથી વધુ કેસ વિકટોરિયા અને ન્યૂ સાઉથ વેલ્સમાં સામે આવ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch