Sat,20 April 2024,12:33 am
Print
header

ભારત-પાકિસ્તાનના ભાગલામાં અલગ થઈ ગયેલા બે ભાઈઓનું 74 વર્ષ બાદ મિલન, એકબીજાને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડ્યાં – Gujarat Post

(એકબીજાને ભેટીને રડતાં બે ભાઈઓ)

1947માં આઝાદી વખતે બંને ભાઈઓ બાળકો હતા

એક ભાઈ પાકિસ્તાનના ફૈંસલાબાદમાં રહે છે

બીજો ભાઈ ભારતના પંજાબમાં 

કોરિડોર ખોલવા માટે બંને ભાઈઓએ સરકારનો આભાર માન્યો

કરતારપુરઃ 1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે મોહમ્મદ સિદ્દીકી એક બાળક હતો. તેમનો પરિવાર અલગ થઈ ગયો હતો. સિદ્દીકીના ભાઈ હબીબ ઉર્ફે શેલા ભાગલા વખતે ભારતમાં આવ્યાં હતા. 74 વર્ષ બાદ કરતારપુર કોરિડોરે બંને ભાઈઓનું સુખદ મિલન કરાવ્યું છે.

સોશિયલ મીડિયા પર હાલ બંને ભાઈઓને વીડિયો વાયરલ થયો છે. જેને જોઈને લોકો પણ ઈમોશનલ થઈ રહ્યાં છે, મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મોહમ્મદ સિદ્દકી પાકિસ્તાનના ફૈંસલાબાદમાં રહે છે, જ્યારે તેમના ભાઈ ભારતના પંજાબમાં રહે છે. કરતાપુરમાં બંને ભાઈઓ એકબીજાને જોઈને ભાવુક થઈ ગયા હતા અને ભેટીને રડવા લાગ્યા હતા.

સોશિયલ મીડિયા પર બંને ભાઈઓની મુલાકાતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કરતારપુર કોરિડોરમાં જોવા મળી રહ્યાં છે. તેમની સાથે કેટલાક અન્ય લોકો પણ છે. બંને ભાઈઓએ ભારત અને પાકિસ્તાનની સરકારને કરતારપુર કોરિડોર ખોલવા માટે આભાર માન્યો હતો. કોરિડોરના માધ્યમથી ભારતના લોકો વિઝા વગર પાકિસ્તાન સ્થિતિ કરતારપુર જઈ શકે છે. આ કોરિડોર નવેમ્બર 2019માં શરૂ થયો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch