Fri,18 June 2021,2:29 am
Print
header

Corona virus: દેશમાં બે મહિના બાદ નોંધાયા સૌથી ઓછા દૈનિક કેસ, કુલ મૃત્યુઆંક 3.50 લાખ નજીક

5 એપ્રિલ બાદ દેશમાં નોંધાયા સૌથી ઓછા દૈનિક કેસ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીની બીજી લહેર ખતમ થતી દેખાઇ રહી છે  કોરોનાના દૈનિક કેસ અને મોતની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં એક લાખ કેસ નોંધાયા છે જે આંકડો 5 એપ્રિલ બાદ સૌથી ઓછા કેસનો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ  દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,00,636 નવા કેસ નોંધાયા હતા. 1,74,399 લોકોએ કોરોનાને મ્હાત આપી છે વધુ 2427 લોકોના કોરોનાથી મોત થયા છે આ સાથે દેશમાં કુલ કેસની સંખ્યા 2,89,09,975 પર પહોંચી છે. કુલ ડિસ્ચાર્જ આંક 2,71,59,180 થયો છે. કુલ મૃત્યુઆંક 349,186 થયો છે હાલ દેશમાં 14,01,609 એક્ટિવ કેસ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા મુજબ કોરોનાનો પ્રકોપ ઘટવાની સાથે દૈનિક અને સાપ્તાહિક પોઝિટિવિટી રેટ પણ સુધરી રહ્યો છે.  ઉપરાંત રિકવરી રેટમાં પણ ઉછાળો આવ્યો છે.કર્ણાટકમાં સૌથી વઘુ એક્ટિવ કેસ છે જે પછી તમિલનાડુ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, કેરળ, આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી કુલ મુત્યુઆંક 1,00,130 થયો છે જે દેશના અન્ય રાજ્યોની સરખામણાીએ સર્વોચ્ચ છે. જે બાદ કર્ણાટક, તમિલનાડુ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, પંજાબમાં સૌથી વધારે મોત થયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch

-->