Thu,25 April 2024,6:23 pm
Print
header

અફઘાનમાં તાલિબાનોનો આતંક, શીખોને કહેવાય છે ધર્મ બદલો નહીં તો સજા માટે રહો તૈયાર

(પ્રતિકાત્મક તસવીર)

કાબૂલઃ અફઘાનિસ્તાન પર તાલિબાને કબ્જો કર્યા બાદ શીખોના અસ્તિત્વ પર સંકટ ઉભું થયું છે. શીખોને દેશ છોડીને ભાગવા માટે મજબૂર કરવામાં આવી રહ્યાં છે.તેમને ધર્માંતકણ માટે મજબૂર કરાઇ રહ્યાં છે. એક આંતરરાષ્ટ્રીય રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે.

ઈન્ટરનેશનલ ફોરમ ફોર રાઇટ્સ એન્ડ સિક્યોરિટીના રિપોર્ટ મુજબ, અફઘાનિસ્તાનમાં સદીઓથી રહેતા શીખોની વસતિ એક સમયે હજારોમાં હતી પરંતુ છેલ્લા થોડા વર્ષોથી કટ્ટરતાને કારણે વધી રહેલી ધાર્મિક હિંસા, હત્યા, ભેદભાવને  કારણે તેઓ દેશ છોડવા મજબૂર બન્યાં છે. દેશમાં મોટાભાગના શીખ કાબૂલમાં રહે છે કેટલાંક ગજની અને નંગરહાર પ્રાંતમાં વસે છે.

થોડા દિવસ પહેલા કાબૂલના કાર્ત-એ-પરવાન જિલ્લામાં એક ગુરુદ્વારામાં ઘૂસૂને આતંકીઓ દ્વારા સુરક્ષાકર્મીઓને બંધક બનાવાયા હતા, તેવા જ સમયે આ રિપોર્ટ આવ્યો છે. અફઘાનિસ્તાનમાં રહેતા શીખો અવારનવાર આ પ્રકારના હુમલા અને હિંસાનો સામનો કરે છે. અફઘાનિસ્તાનમાં શીખો પર અનેક હિંસક હુમલા થઈ ચુક્યા છે. આતંકીઓ દ્વારા ગત વર્ષે જૂનમાં શીખ નેતાનું અપહણ કરવામા આવ્યું હતું. રિપોર્ટ મુજબ અફઘાનિસ્તાનમાં ગત સરકાર શીખોના ઘર બચાવવા અને તેમને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે. હવે કટ્ટરપંથી વિચારધારાવાળી તાલિબાન સરકાર પણ શીખો પર અત્યાર ગુજારી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch