Sat,20 April 2024,3:52 am
Print
header

અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ નવો ફતવો જાહેર કર્યો, જાણો વધુ વિગતો

કાબુલઃ અફઘાનિસ્તાનમાં તોફાની  માહોલમાં તાલિબાનીઓએ એક નવો ફતવો બહાર પાડ્યો છે. રીપોર્ટ અનુસાર અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં તાલિબાન અધિકારીઓએ સરકારી અને ખાનગી સ્કૂલ-યુનિવર્સિટીઓ માટે ફતવો કર્યો છે કે, છોકરીઓને હવેથી છોકરાઓ સાથે ક્લાસમાં ભેગા બેસાડવામાં નહીં આવે. તાલિબાનોએ હેરત પ્રાંતમાં સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓમાં છોકરાઓ અને છોકરીઓને એક સાથે અભ્યાસ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. 

યુનિવર્સિટીના લેક્ચર દેનારા, ખાનગી સંસ્થાના માલિકો અને તાલિબાન અધિકારીઓ વચ્ચે ત્રણ કલાક સુધી બેઠક યોજાઈ હતી. જેમાં સ્પષ્ટતા થઈ હતી કે સહ શિક્ષણ યથાવત રાખવાનો કોઈ વિકલ્પ નથી, તે યોગ્ય પણ નથી. આ પ્રથાને હવે ખતમ કરી દેવી જોઈએ.અફઘાનિસ્તાનમાં કો એજ્યુકેશન અને અલગ અલગ ધોરણ માટે મિક્સ સિસ્ટમ છે. આ જ સિસ્ટમ સમાજના દુષણોનું મૂળ છે. એક વિકલ્પ તરીકે એવી પણ સલાહ આપી કે મહિલા લેક્ચરર અથવા વૃદ્ધો પુરૂષો તે જ્ઞાન ધરાવે છે એમને છોકરીઓને ભણાવવાની મંજૂરી છે. પણ કો-એજ્યુકેશન માટે વિકલ્પ નથી. આ સિસ્ટમ જ યોગ્ય નથી.

મુલ્લા ફરિદે કહ્યું કે છોકરાઓ અને છોકરીઓનું એક સાથે વાંચન સમાપ્ત થવું જોઈએ, આ સિવાય કોઈ વિકલ્પ નથી. મુલ્લા ફરિદે એવો પણ આદેશ આપ્યો હતો કે મહિલા શિક્ષકોને માત્ર મહિલા વિદ્યાર્થીઓને ભણાવવાની મંજૂરી આપવામાં આવશે. તે કોઈ પણ સંજોગોમાં છોકરાઓને ભણાવશે નહીં.

અફઘાનિસ્તાનના વિદ્વાનોના મતે આ નિર્ણય સરકારી યુનિવર્સિટીઓને અસર કરશે નહીં. જો કે ખાનગી કોલેજો માટે પડકાર પહેલા કરતા વધુ વધશે. અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓમાં આશરે 40,000 વિદ્યાર્થઓ અભ્યાસ કરે છે. જ્યારે 2000 લેક્ચરર છે. 20 વર્ષ પછી તાલિબાનો  પાછા સક્રિય થયા છે. તાલિબાને હાલમાં હેરત પ્રાંત માટે આ આદેશ જારી કર્યો છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch