Thu,25 April 2024,4:19 am
Print
header

પ્લેનની અંદરનો ફોટો જોઇને સૌ કોઇ ચોંકી ગયા, અફઘાનમાં જે પ્લેનમાંથી ત્રણ લોકો નીચે પડ્યાં હતા તે પ્લેનમાં 800 લોકોની ભીડ

કાબુલઃ તાલીબાનોએ અફઘાનિસ્તાન પર કબ્જો મેળવ્યાં પછી હજારો નાગરિકો દેશ છોડીને ભાગી રહ્યાં છે પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની પણ દેશ છોડીને ફરાર થઇ ગયા હતા, અફઘાન નાગરિકોમાં ડરનો માહોલ છે ખાસ કરીને મહિલાઓ દેશ છોડીને ફરાર થઇ રહી છે તેમને ડર છે કે પાછા તાલિબાનો તેમના પર અત્યાચાર કરશે.

આ બધાની વચ્ચે ગઇકાલે એક પ્લેન (C-17 Globemaster) નીચે લટકી ગયેલા ત્રણ અફઘાન નાગરિકો નીચે પટકાયા હતા,તેમના મોત થઇ ગયા હતા, આ અમેરિકન પ્લેનની અંદરની તસ્વીરો સામે આવી છે જેને જોઇને તમે પણ ચોંકી જશો, જેમાં મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરી રહ્યાં છે પ્લેન એટલું ખીચોખીચ છે કે તેમાં ચાલવાની પણ જગ્યા દેખાતી નથી, લોકો ભીડમાં બેઠા છે કારણ કે તેઓ તાલિબાનોથી બચવા માંગ છે. 200 લોકોની કેપિસિટીવાળા આ પ્લેનમાં અંદાજે 800 લોકો બળજબરીથી સવાર થઇ ગયા હતા, જેમાં 600 જેટલા અફઘાનિસ્તાનના નાગરિકો હતા, જો કે બાદમાં અમેરિકાએ આ પ્લેનને ઉડાવવાનો નિર્ણય કર્યો હતો. નોંધનિય છે કે અમેરિકા પોતાના નાગરિકોને પણ વતન પરત લઇ જવામાં લાગ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch