Tue,16 April 2024,4:48 pm
Print
header

અફઘાની ફૂટબોલ ટીમના ખેલાડી હતા ઝાકી અનવારી, વિમાનમાં લટક્યા બાદ નીચે પડતા થયું હતુ મોત

કાબૂલઃ અફઘાનિસ્તાનમાંથી દેશ બહાર ભાગવા વિમાનમાં નીચે લટકીને પોતાનો જીવ બચાવવા ગયા અને મોતને ભેટ્યા, 16 ઓગસ્ટની આ ઘટનામાં ઝાકી અનવારીનું મોત થયું છે જેઓ અફઘાનિસ્તાનની આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટીમના ખેલાડી હતા, 19 વર્ષીય આ ખેલાડી આજીવન ફૂટબોલ રમવા માંગતા હતા અને જીવવા માંગતા હતા. જેથી જ તેઓએ તાલિબાનોના ડરથી આવી રીતે દેશ છોડ્યો હતો. 

કાબૂલથી ઉડાન ભરેલા અમેરિકી સેનાના વિમાનના ટાયરના ભાગ પર લટકીને જઇ રહેલા ત્રણ લોકો થોડી જ વારમાં આકાશમાંથી જમીન પર પટકાયા હતા, જેમના મોત થઇ ગયા હતા આ વિમાનમાં પણ અદાજે 800 લોકો સવાર હતા જેઓ તાલિબાનોના ડરથી ભાગ્યા હતા. જેમાં મોટાભાગના અમેરિકન નાગરિકો હતા, ત્યારે અહી તાલિબાનોનો આતંક વધી રહ્યો છે દેશે એક ફૂટબોલ ખેલાડી ગુમાવ્યાં છે, સાથે જ મહિલાઓ સહિત અનેક લોકોનાં મોત પણ થઇ ગયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch