Fri,26 April 2024,1:58 am
Print
header

તાલિબાનોએ કર્યું 150 લોકોનું અપહરણ, ભારતીય નાગરિકોને પણ બંધક બનાવ્યાંના અહેવાલ

કાબૂલઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ આતંક મચાવી દીધો છે અનેક મહિલાઓની હત્યા કરી નાખી છે હવે 150 લોકોનું અપહરણ કર્યાંના અહેવાલ સામે આવ્યા છે, અપહરણ કરાયેલા લોકોમાં ભારતીય નાગરિકો હોવાનું પણ જાણવા મળ્યું છે. શિખ સમૂદાયના અનેક નાગરિકોનું અપહરણ કર્યાનું જાણવા મળ્યું છે.

કાબૂલમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ જઈ રહેલા 150 લોકોનું તાલિબાનોએ અપહરણ કરી લીધું છે આ લોકો દેશ છોડવા માટે એરપોર્ટ તરફ જઇ રહ્યાં હતા. બીજી તરફ તાલિબાનોએ આ અહેવાલ ખોટા હોવાનું જણાવ્યું છે તેમને કોઇનું અપહરણ ન કર્યું હોવાનું કહ્યું છે જો કે મીડિયા રિપોર્ટ મુજબ 150 જેટલા લોકોનું અપહરણ કરાયું છે, ભારતીય વિદેશ મંત્રાલય અફઘાનિસ્તાનની સમગ્ર સ્થિતી પર ધ્યાન રાખી રહ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch