Sat,20 April 2024,1:57 pm
Print
header

ભારતમાં આતંકવાદીઓની ઘૂસણખોરીના અહેવાલ પછી ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનના   આતંકવાદીઓ ભારતમાં પ્રવેશી ચુક્યાંના સમાચાર છે. ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું છે, સુરક્ષા એજન્સીઓના મતે ભારતમાં મોટા હુમલા માટે અફઘાન આતંકવાદીઓ દ્વારા કાવતરું રચાયું હોવાની શક્યતા છે.આતંકવાદીઓનું ટાર્ગેટ મોટા સેનાના કેમ્પ અથવા મોટી સરકારી સંસ્થાઓ હોઈ શકે છે. રિપોર્ટ અનુસાર આ આતંકીઓને પાકિસ્તાન તરફથી સરહદ પાર કરવામાં મદદ કરાઇ છે. સેના આ આતંકીઓની શોધમાં લાગેલી છે.નિયંત્રણ રેખા પર શંકાસ્પદ ગતિવિધિઓની તપાસ બાદ સેનાનું સર્ચ ઓપરેશન સતત ચાલી રહ્યું છે.ઉરી સેક્ટરમાં સર્ચ ઓપરેશન શરૂ થયાને 5 દિવસ થઈ ગયા છે.જો કે અહીં ટેલિફોન અને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. સરહદી નગરમાં તમામ ટેલિકમ્યુનિકેશન સુવિધાઓ સાવચેતી રૂપે સ્થગિત કરવામાં આવી હતી.

સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું કે સર્ચ ઓપરેશન ચાલુ છે.પરંતુ તેમણે વધુ વિગતો આપવાનો ઈનકાર કર્યો હતો.અધિકારીઓ એ જણાવ્યું કે નિયંત્રણ રેખા પર વાડ નજીક દુશ્મનો સાથે પ્રારંભિક મુકાબલામાં એક સૈનિક ઘાયલ થયો હતો. જેથી આતંકીઓની તલાશી કરવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેથી ઘૂસણખોરો અંતરિયાળ પ્રદેશમાં પ્રવેશ ન કરી શકે. જે વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી, તે વિસ્તાર ગોહલાન નજીક આવે છે, તે જ વિસ્તાર જ્યાંથી આતંકવાદીઓએ સપ્ટેમ્બર 2016માં ઉરી બ્રિગેડ પર હુમલો કર્યો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch