Sat,20 April 2024,1:42 am
Print
header

દેશ છોડતી વખતે 4 કાર અને 1 હેલિકોપ્ટર ભરીને લઇ ગયા રૂપિયા, અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિને પર ખુલાસો

કાબૂલઃ અફઘાનિસ્તાનમાં હવે તાલિબાનો પાસે સત્તા આવી ગઇ છે તે પહેલા રાષ્ટ્રપતિ પદ છોડીને ભાગેલા અશરફ ગની કરોડો રૂપિયા પોતાની સાથે લઇ ગયા હોવાનો મોટો ખુલાસો થયો છે. જેઓ પોતાની સાથે 4 કાર અને 1 હેલિકોપ્ટર ભરીને રૂપિયા લઇ ગયા હોવાનો મીડિયા અહેવાલ સામે આવ્યો છે તેઓ પોતાના પરિવાર સાથે દેશ છોડીને ભાગી ગયા છે.એવું પણ સામે આવ્યું છે કે આ રૂપિયાની સાથે ગોલ્ડ પણ હતુ.

અહેવાલ મુજબ અશરફ ગની પાસે આ સમયે એટલા રૂપિયા હતા કે તેઓને હેલિકોપ્ટર પણ નાનું પડી રહ્યું હતુ જેથી એરપોર્ટ પર પણ કરોડો રૂપિયા ફેંકીને તેઓ ચાલ્યાં ગયા હતા. રશિયાના રાજદૂત નિકિતા ઈંશચેન્કોએ દાવો કર્યો છે કે ગનીની ચાર કાર રૂપિયાથી ભરેલી હતી અને હેલિકોપ્ટરમાં પણ ખીચોખીચ રૂપિયા મુક્યા હતા. તેઓ હાલમાં કાબૂલથી ઓમન ગયા હતા બાદમાં અમેરિકા જઇ શકે છે. બીજી કરફ કાબૂલ પર તાલિબાનોએ કબ્જો કરી લેતા અહી હાહાકાર મચી ગયો છે લોકો દેશ છોડી રહ્યાં છે. અમેરિકાએ પણ તાલિબાનોને ધમકી આપી છે કે જો અમેરિકી નાગરિકોને કંઇ થશે તો તેનું ખતરનાક પરિણામ આવશે, બીજી તરફ યુનો પણ અફઘાનિસ્તાનને લઇને ચિંતિત છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch