Fri,19 April 2024,4:23 pm
Print
header

અદાણી પર વિશ્વાસ મુકવા કોઇ તૈયાર નથી ! બ્રિટનના પૂર્વ વડાપ્રધાનના ભાઇએ પણ અદાણી સાથે જોડાયેલી કંપની છોડી દીધી

લંડનઃ હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેરના ભાવમાં મોટો ઘટાડો થયો છે, અદાણી ગ્રુપની કંપનીઓની લોનની પણ તપાસ થઇ રહી છે, આરબીઆઇએ તમામ બેંકો પાસેથી રિપોર્ટ મંગાવ્યાં છે, વિશ્વના ધનાઢ્ય લોકોની યાદીમાંથી ગૌતમ અદાણી નીચે ફેંકાઇ ગયા છે, કોંગ્રેસે પણ અદાણી સામે આક્રોશ બતાવીને તેમની કંપનીઓમાં ગેરરીતીની તપાસની માંગ કરી છે.

આ બધાની વચ્ચે અદાણી સાથે જોડાયેલી વિદેશી કંપનીઓમાં પણ ઉથલ પાથલ મચી ગઇ છે, બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સનના નાના ભાઇ લોર્ડ જો જોન્સને અદાણી એન્ટરપ્રાઇસીસના ફોલો ઑન પબ્લિક ઓફર (FPO) સાથે જોડાયેલી કંપનીના ગેર કાર્યકારી ડિરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું છે. આ બ્રિટનનું એક ફર્મ છે, જેણે ગૌતમ અદાણીની કંપનીના FPOમાં રોકાણ કર્યું હતુ. જો કે અદાણીએ પોતાના FPOને પરત લેવાની જાહેરાત કરતા રોકાણકાર કંપનીઓને પણ તેના નાણાં પરત મળશે.

ધ ફાઇનાન્શિયલ ટાઇમ્સના એક અહેવાલમાં જણાવ્યું છે કે લોર્ડ જો જોન્સને એલારા કેપિટલ PLCના ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું છે, આ કંપની અદાણી સાથે જોડાયેલી છે.

હિંડનબર્ગે અદાણીની છેતરપિંડીની દુનિયાભરમાં ખુલ્લી પાડતા ભારતમાં પણ અદાણીનો જોરદાર વિરોધ થઇ રહ્યો છે, તેમની દરેક કંપનીઓની તપાસની માંગ થઇ રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch