અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડે મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન નિયંત્રણમાં લીધું
અદાણી એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની એવિએશન સાથે જોડાયેલા વ્યવસાયની મદદથી એરપોર્ટ-કેન્દ્રિત ઇકોસિસ્ટમ્સ વિકસિત કરશે
અદાણી એરપોર્ટ હવે ભારતની સૌથી મોટી એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની
દેશના 25% એરપોર્ટ અદાણીનો હિસ્સો છે
અદાણી એરપોર્ટ હવે ભારતના 33% એર કાર્ગો ટ્રાફિકને નિયંત્રિત કરશે
અદાણી આવતા મહિને નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિર્માણ શરૂ કરશે
મુંબઇઃ અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડે(એએએચએલ) મુંબઇ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ બોર્ડની બેઠક બાદ જીવીકે ગ્રુપ પાસેથી મુંબઇ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડનું સંચાલન પોતાના નિયંત્રણમાં લઈ લીધું છે. જેને ભારત સરકાર અને મહારાષ્ટ્ર સરકાર તરફથી મંજૂરી પ્રાપ્ત થઇ ગઇ છે.
મુંબઇનું એરપોર્ટ પેસેન્જર અને કાર્ગો ટ્રાફિક માટેનું ભારતનું બીજું વ્યસ્ત એરપોર્ટ છે. અદાણી એરપોર્ટ તેના મેનેજમેન્ટ અને ડેવલપમેન્ટ પોર્ટફોલિયોમાં આઠ એરપોર્ટ્સ સાથે ભારતની સૌથી મોટી એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની બની છે, હવે અદાણી પાસે 25 ટકા પેસેન્જર હિસ્સો અને 33 ટકા કાર્ગોનો હિસ્સો છે.
આંતરરાષ્ટ્રીય હવાઈ પરિવહન સંઘને અપેક્ષા છે કે વૈશ્વિક પેસેન્જર ટ્રાફિક 2022 સુધીમાં પૂર્વ-COVID સ્તરના 88% સુધી પાછો આવશે અને 2023માં સ્થિતિ સંપૂર્ણ કાબુમાં આવી જશે. 2024 સુધીમાં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઉડ્ડયન બજાર બનશે.મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકને અદાણી જૂથના છ એરપોર્ટના હાલના પોર્ટફોલિયોમાં ઉમેરવામાં આવતા મોટી કામગીરી થશે.
અદાણી એરપોર્ટ આવતા મહિને નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય હવાઇમથકનું નિર્માણ શરૂ કરશે નવી મુંબઇનું આ નવું આંતરરાષ્ટ્રીય વિમાનમથક 2024 માં શરૂ થશે. ગૌતમ અદાણીએ જણાવ્યું કે “અમારો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક આર્થિક વિકાસને આગળ વધારતી ઇકોસિસ્ટમ્સ તરીકે હવાઇમથકોને ફરીથી સક્રિય કરવાનો છે ઉડ્ડયન ક્ષેત્રને આગળ ધપાવવા માટેની કામગીરી પણ જોવાની છે. જેમાં મનોરંજન સુવિધાઓ, ઇ કોમર્સ અને લોજિસ્ટિક્સ ક્ષમતા, ઉડ્ડયન આધારીત ઉદ્યોગો, સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ્સ છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03