Wed,24 April 2024,10:53 am
Print
header

જૂનો પોનોગ્રાફીનો કેસ, અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા સહિત 2 લોકોની મુંબઈ ક્રાઈમ બ્રાંચે કરી ધરપકડ

મુંબઈઃ ક્રાઈમ બ્રાંચે બોલીવુડની અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાની સોમવારે મોડી રાત્રે ધરપકડ કરી લીધી છે.કુંદ્રા સામે ફેબ્રુઆરીમાં પોર્નોગ્રાફીક કન્ટેન્ટ બનાવવા અને તેને એપ પર પ્રકાશિત કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. બીજી તરફ રાજ કુંદ્રાએ કહ્યું હતું કે જે કંપની પર અશ્લીલ વીડિયો બનાવવાનો આરોપ લાગ્યો છે તે કંપનીને મે છોડી દીધી છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે, મુંબઈ ક્રાઈમ બ્રાંચે નરુલા વિસ્તારમાંથી રેયાના થાર્પની પણ ધરપકડ કરી છે.તેનું પણ પોર્નોગ્રાફી પ્રોડક્શનમાં કનેકશન હોવાનું સામે આવ્યું છે.

આ કેસમાં રાજ કુંદ્રાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો છે. આ પહેલા પણ રાજ કુંદ્રા વિવાદોમાં આવી ચુક્યો છે. અભિનેત્રી પૂનમ પાંડેએ આરોપ લગાવ્યો હતો કે કુંદ્રાએ તેની તસવીરોનો દુરૂપયોગ કર્યો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch