Tue,23 April 2024,9:16 pm
Print
header

આ એક્ટ્રેસની ધરપકડ બાદ મોકલાઈ જેલમાં, જાણો શું છે કારણ- Gujarat Post

મુંબઈઃતમિલ અને તેલુગુ ફિલ્મોમાં અભિનય કરનાર અભિનેત્રી કાવ્યા થાપરની ધરપકડ કરીને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી હતી. તે દારૂના નશામાં હતી અને ડ્રાઇવિંગ કરતી વખતે એક વ્યક્તિને તેની પોતાની કારથી ટક્કર મારી હતી, પછી ઝપાઝપી કર્યા બાદ પોલીસ સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો

આ ઘટના જુહુમાં જે ડબ્લ્યુ મેરિયટ હોટેલ નજીક બની હતી.કાવ્યા શરાબ પીને તેની એસયુવી ચલાવતી હતી.કાર ચલાવવા સમયે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બબાલ કરી હતી તેમ પોલીસે જણાવ્યું છે. કાવ્યા થાપર મુંબઈની છે અને તેણે હિન્દી શોર્ટ ફિલ્મ તત્કાલથી અભિનયની શરૂઆત કરી હતી. તેણે પતંજલિ, મેકમાયટ્રીપ અને કોહિનૂર જેવી લોકપ્રિય બ્રાન્ડ માટે જાહેરાતોમાં કામ કર્યું છે.કાવ્યાએ પ્રાદેશિક ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ એન્ટ્રી કરી છે.

તેણે 2018માં તેની પહેલી તેલુગુ ફિલ્મ ઇ માયા પેરેમિટો કરી હતી, ત્યારબાદ 2019માં તેની તમિલ ફિલ્મ માર્કેટ રાજા MBBS આવી. રિપોર્ટ્સ અનુસાર તે હાલમાં વિજય એન્ટની સાથે એક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. કાવ્યા થાપરે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch